Connect Gujarat
ભરૂચ

ભરૂચ: ઇનરવ્હીલ ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા "માનવતા કી દિવાલ" પ્રોજેક્ટ હાથ ધરાયો

કનેક્ટ ગુજરાતના "આવો સુધારીએ દિવાળી" અભિયાનને બહોળો પ્રતિસાદ

ભરૂચ: ઇનરવ્હીલ ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા માનવતા કી દિવાલ પ્રોજેક્ટ હાથ ધરાયો
X

આવનાર પ્રકાશના પર્વ દિવાળીને લઈને ચારે તરફ ઊમંગ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે આ સમયે જરૂરિયાતમંદ લોકોની પણ દિવાળી સુધરે તે હેતુથી અનેક સંસ્થા આગળ આવી રહી છે અને તેઓને મદદરૂપ બની રહી છે. કનેક્ટ ગુજરાત તરફથી આ દિવાળીમાં જરૂરિયાતમંદોને મદદ મળી રહે તે માટે આવો સુધારીએ દિવાળી અભિયાન શરૂ કરાયું છે, જેને લોકોનો બહોળો પ્રતિસાદ સાંપડી રહ્યો છે.

ઇનરવ્હીલ ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા માનવતા કી દિવાલ પ્રોજેક્ટ અંતર્ગત ગુમાનદેવ મંદિર ખાતે જરૂરિયાતમંદ લોકોને કપડાં, વાસણો અને જરૂરી ચીજવસ્તુઓનું વિતરણ કરવાનો પ્રોજેક્ટ હાથ ધરાયો હતો. આ પ્રસંગે ઇનરવ્હીલ ક્લબના પ્રમુખ સંધ્યા મિશ્રા અને ઇનરવ્હીલ ક્લબના સભ્યો ઉપસ્થિત રહ્યા હતાં. આ પ્રસંગે પ્રમુખ સંજય મિશ્રાએ જણાવ્યું હતું કે, 'સમાજના ખરેખર જરૂરિયાતમંદ લોકો પણ દિવાળી જેવો તહેવાર ખુશી અને આનંદથી ઊજવી શકે તે હેતુથી આ પ્રોજેકટ શરૂ કરવામાં આવ્યું છે.'

અત્રે ઉલ્લેખનીય છે કે, કનેક્ટ ગુજરાત ચેનલ દ્વારા એક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે આવનાર પ્રકાશના પર્વ એવા દિવાળીમાં સૌ કોઈ સમાજ સેવાનો સંકલ્પ લે અને આનંદ વહેચીને પર્વની ઉજવણી કરીએ જેથી જરૂરીયાતમંદોની પણ દિવાળી સુધારી શકીએ. ત્યારે આ હેતુથી "આવો સુધારીએ દિવાળી" અભિયાન કનેક્ટ ગુજરાત દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે અને લોકો પણ ઉત્સાહભેર આ અભિયાનમાં જોડાઈને જરૂરીયાતમંદોને મદદરૂપ બની રહ્યા છે. આપ પણ લોકોને મદદરૂપ બનવા કઈક નવતર કરી રહ્યા છો તો તેની ફોટો અથવા વિડીયો સાથેની વિગતો અમને અમારા વોટ્સએપ નંબર 9408860111 પર મોકલી આપશો. આપના નવતર અભિગમની વિગતો આપ અમારા સોસિયલ મીડિયા એકાઉન્ટ ઉપર #AvoSudhariyeDiwali કરી શકો છો.

Next Story