Connect Gujarat
ભરૂચ

ભરૂચ: ઝઘડિયાના રતનપુર ભીલવાડા પાસેથી કદાવર દીપડો પાંજરે પુરાયો

ભરૂચ: ઝઘડિયાના રતનપુર ભીલવાડા પાસેથી કદાવર દીપડો પાંજરે પુરાયો
X

આજથી દશેક દિવસ પહેલા ઝઘડિયા તાલુકાનાં રતનપુર ગામે બેન્ક ઓફ બરોડાના પાછળના ભાગે દીપડાએ એક મરઘાનું મારણ કર્યું હોય એવી જાણ સ્થાનીકો દ્વારા વન વિભાગને કરવામાં આવી હતી. ત્યારબાદ ઝઘડિયા વનવિભાગ દ્વારા તારીખ ૨૦/૦૭ / ૨૦૨૧ના રોજ રતનપુર ગામે પાંજરૂ ગોઠવવામાં આવ્યું હતું.


પરંતુ એ પાંજરામાં દીપડો આવ્યો ન હતો ત્યારબાદ તારીખ ૨૬/૦૭/૨૦૨૧ ના રોજ રતનપુર ભીલવાડા ગામે સરપંચના ઘરની પાછળના ભાગે દીપડાએ પશુનું મારણ કર્યું હોવાની જાણ થતાં વનવિભાગ દ્વારા સરપંચના ઘરના પાછળના ભાગે પાંજરું ગોઠવવામાં આવ્યું હતું જે પાંજરામાં પાંચ દિવસ બાદ આજરોજ વહેલી સવારે કદાવર દીપડો પાંજરે પુરાયો હતો.

આ દીપડાને જોવા માટે લોકટોળા ઉમટી પડયા હતા। વન વિભાગને જાણ કરતાં વન વિભાગ દ્વારા ઝઘડિયા રેન્જ ફોરેસ્ટ ઓફીસ ખાતે દિપડાને લઈ જવાયો હતો અને ત્યાંથી દીપડામાં ચીપ ફિટ કરી ખોરાક અને પાણી મળી રહે એવા સલામત સ્થળે જંગલમાં છોડી મુકવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.

Next Story