Connect Gujarat
ભરૂચ

ભરૂચ : કોલવણા ગામે કંસાઈ નેરોલેક પેન્ટ્સના અધિકારીઓ દ્વારા ફૂટપાથ ખુલ્લો મુકાયો

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કોલવણા ગામે ફૂટપાથના ઉદ્દઘાટનનો કાર્યક્રમ યોજાયો હતો. કંસાઈ નેરોલેક પેન્ટ્સ લી. કંપનીના ઉચ્ચ અધિકારીઓના હસ્તે રિબન કાપી ફૂટપાથ ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

ભરૂચ : કોલવણા ગામે કંસાઈ નેરોલેક પેન્ટ્સના અધિકારીઓ દ્વારા ફૂટપાથ ખુલ્લો મુકાયો
X

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કોલવણા ગામે ફૂટપાથના ઉદ્દઘાટનનો કાર્યક્રમ યોજાયો હતો. કંસાઈ નેરોલેક પેન્ટ્સ લી. કંપનીના ઉચ્ચ અધિકારીઓના હસ્તે રિબન કાપી ફૂટપાથ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. સાથે ગ્રામ પંચાયત કચેરીએ વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ યોજાયો હતો.

આમોદના કોલવણા ગામે મુખ્ય માર્ગ પર આવેલ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓની સુરક્ષા હેતુસર કંસાઈ નેરોલેક પેન્ટ્સ લી. કંપની દ્વારા સી.એસ.આર પ્રવૃત્તિ હેઠળ ફૂટપાથનું નિર્માણ કાર્ય કરવામાં આવ્યુ હતું. જેના ઉદ્દઘાટન સમારોહમાં કંપનીના યુનિટ હેડ રાજેશ પટેલ અને વાય.પી.કોલોનીએ રિબન કાપી ફૂટપાથને ખુલ્લો મૂક્યો હતો.

આ અવસરે સરપંચ ઝફર ગડીમલે કંપનીએ કરેલ કાર્યને બિરદાવી આભાર વ્યક્ત કર્યો હતો. સાથે જ ગામમાં સમાજ ઉપયોગી કાર્યમાં કંપની ભવિષ્યમાં સહકાર રૂપ નિવડશે એવી આશાઓ સેવી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત કંસાઈ નેરોલેક પેન્ટ્સ લી.ના યુનિટ હેડ રાજેશ પટેલે શાળાના બાળકોને સુવ્યવસ્થિત રીતે અભ્યાસમાં આગળ વધી રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવા હાકલ કરી હતી. તેઓએ વધુમાં કહ્યુ હતુ કે, અમારી કંપની શિક્ષણ ક્ષેત્રે જે કાંઈ પણ કરવાનું થાય એ સી.એસ.આર. પ્રવૃત્તિ હેઠળ કામગીરી કરે છે. તેમજ લોકોને સમાજને મુખ્ય ધારામાં લાવવાનો પ્રયાસ કરી રહી છે. પર્યાવરણની સમતુલા જળવાઈ અને હરિત ક્રાંતિ આવે એ બાબતને ધ્યાને લઇ ગ્રામ પંચાયત ખાતે કંપનીના કર્મીઓએ વૃક્ષો વાવી સરાહનીય કાર્ય કર્યું હતું.

Next Story