Connect Gujarat
ભરૂચ

ભરૂચ : કરુણા એનિમલ્સની ટીમે ઇજાગ્રસ્ત નંદીને આપ્યું નવજીવન...

ભરૂચ શહેરના સ્ટેશન રોડ પર ઇજાગ્રસ્ત આખલાને કરુણા એનિમલ્સની ટીમે યોગ્ય સારવાર આપી પોતાની નૈતિક ફરજ નિભાવી હતી.

ભરૂચ : કરુણા એનિમલ્સની ટીમે ઇજાગ્રસ્ત નંદીને આપ્યું નવજીવન...
X

ભરૂચ શહેરના સ્ટેશન રોડ પર ઇજાગ્રસ્ત આખલાને કરુણા એનિમલ્સની ટીમે યોગ્ય સારવાર આપી પોતાની નૈતિક ફરજ નિભાવી હતી.

ગુજરાત સરકાર દ્વારા રાજ્યના તમામ જિલ્લા તથા શહેરોમાં ઘવાયેલા અને બીમાર પશુ-પક્ષીઓની સ્થળ પર જ નિઃશુલ્ક સારવાર માટે કરુણા એનિમલ્સ એમ્બ્યુલન્સ કાર્યરત કરવામાં આવી છે, ત્યારે ટોલ ફ્રી નંબર 1962 પર કોઈપપન વ્યક્તિ ફોન કરી ઇજાગ્રસ્ત પશુ-પંખીની સારવાર માટે જાણ કરી શકે છે. તેવામાં ભરૂચ શહેરના પાંચબત્તીથી સ્ટેશન રોડ તરફ જતાં માર્ગ પર બેન્ક ઓફ બરોડા સામે એક આખલો ઇજાગ્રત હાલતમાં હોવાની સેવાભાવી સ્થાનિક વ્યક્તિએ 1962 પર કોલ કરીને કરુણા એમ્બ્યુલન્સને જાણ કરી હતી, ત્યારે કરુણા એમ્બ્યુલન્સના તબીબ નિરવ પટેલ સહિતની ટીમે સ્થળ પર પહોચી ઇજાગ્રસ્ત આખલાની તાત્કાલિક પ્રાથમિક સારવાર શરૂ કરી હતી. પરંતુ ઇજાગ્રસ્ત આખલાને શરીરના પાછળના ભાગમાં વધુ ઇજા હોવાના કારણે ઇજાગ્રસ્ત આખલાને યોગ્ય સારવાર અર્થે પાંજરાપોળ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

Next Story
Share it