Connect Gujarat
ભરૂચ

ભરૂચ : જંબુસરના કોંગ્રેસના ધારાસભ્યની ગ્રાન્ટમાંથી મત વિસ્તારના ગ્રામજનો માટે 3 એમ્બ્યુલન્સનું લોકાર્પણ...

જંબુસર મત વિસ્તારના ધારાસભ્ય સંજય સોલંકીની ગ્રાન્ટમાંથી આમોદ અને જંબુસર પીએચસી તથા કાવીની અંજુમન હોસ્પિટલને એમ્બ્યુલન્સ અર્પણ કરવામાં આવી હતી.

ભરૂચ : જંબુસરના કોંગ્રેસના ધારાસભ્યની ગ્રાન્ટમાંથી મત વિસ્તારના ગ્રામજનો માટે 3 એમ્બ્યુલન્સનું લોકાર્પણ...
X

ભરૂચ જિલ્લાના જંબુસર મત વિસ્તારના ધારાસભ્ય સંજય સોલંકીની ગ્રાન્ટમાંથી આમોદ અને જંબુસર પીએચસી તથા કાવીની અંજુમન હોસ્પિટલને એમ્બ્યુલન્સ અર્પણ કરવામાં આવી હતી.

જંબુસર-આમોદ તાલુકા મત વિસ્તારના ધારાસભ્ય સંજય સોલંકીએ મત વિસ્તારના ગ્રામજનોના આરોગ્યની ચિંતા કરી વર્ષ 2021-22ની ગ્રાન્ટમાંથી આમોદ તાલુકાના માતર પીએચસી, જંબુસર તાલુકાના ટંકારી પીએચસી તથા કાવી ખાતે આવેલ અંજુમન હોસ્પિટલ કાવીને એમ્બ્યુલન્સ અર્પણ કરવામાં આવી હતી, ત્યારે એમ્બ્યુલન્સ લોકાર્પણ કાર્યક્રમ કાવી જૈન દેરાસરના સભાખંડ ખાતે યોજાયો હતો. આ પ્રસંગે ભરૂચ જિલ્લા આરોગ્ય અધિકારી એ.એસ.દુલેરા, અંજુમન ટ્રસ્ટના પ્રમુખ, પ્રભુદાસ મકવાણા, તાલુકા પ્રમુખ મુકેન્દ્રસિંહ યાદવ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story