Connect Gujarat
ભરૂચ

ભરૂચ : પાલેજમાં ચાલતા જુગારના અડ્ડા પર LCB પોલીસના દરોડા, રૂ. 1.50 લાખથી વધુનો મુદામાલ જપ્ત

7 જુગારીઓ સહિત રૂપિયા 1 લાખ 50 હજાર ઉપરાંતનો મુદામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ભરૂચ : પાલેજમાં ચાલતા જુગારના અડ્ડા પર LCB પોલીસના દરોડા, રૂ. 1.50 લાખથી વધુનો મુદામાલ જપ્ત
X

ભરૂચ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે પાલેજ નગરમાં ચાલતા જુગારના અડ્ડા પર દરોડા પાડી7 જુગારીઓ સહિત રૂપિયા 1 લાખ 50 હજાર ઉપરાંતનો મુદામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ નાઈટ પેટ્રોલિંગમાં હતી. તે દરમ્યાન મળેલ બાતમીના આધારે પાલેજ ખાતે આવેલ જમાદાર શોપિંગ સેન્ટરના રહેણાંક મકાનમાં દરોડા પાડતા મકાનમાંથી જુગાર રમતા 7 જેટલા જુગારીઓને 1,54,680 રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યા હતા. ક્રાઇમ બ્રાંચના દરોડામાં ઝડપાયેલા જુગારીઓ પાસેથી રૂપિયા 50 હજાર ઉપરાંતની રોકડ રકમ તેમજ ૩ ટુ-વ્હીલર વાહનો સહિત મોબાઈલ મળી કુલ 1,54,680 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. સમગ્ર મામલે પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Next Story