Connect Gujarat
ભરૂચ

ભરૂચ : ઝઘડીયાના અવિધા ગામે આતંક મચાવનાર કપિરાજ પાંજરે પુરાયો, ગ્રામજનોએ હાંસકારો અનુભવ્યો...

ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના અવિધા ગામે છેલ્લા ઘણા દિવસોથી એક કપિરાજે આતંક મચાવ્યો હતો

ભરૂચ : ઝઘડીયાના અવિધા ગામે આતંક મચાવનાર કપિરાજ પાંજરે પુરાયો, ગ્રામજનોએ હાંસકારો અનુભવ્યો...
X

ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના અવિધા ગામે છેલ્લા ઘણા દિવસોથી એક કપિરાજે આતંક મચાવ્યો હતો, ત્યારે આતંકે ચડેલા કપિરાજને વન વિભાગ અને ફાયરની ટીમ દ્વારા આખરે પાંજરે કેદ કરી લેતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.

ઝઘડીયા તાલુકાના અવિધા ગામે રસ્તામાં આવતા જતાં લોકો ઉપર એક કપિરાજ છેલ્લા ઘણા દિવસોથી હુમલો કરી ઇજા પહોચાડતો હતો. કપિરાજના આતંકથી અવિધા ગામના લોકોને ઘરમાંથી બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું હતું. કપિરાજ દ્વારા 5 જેટલા લોકોને ઈજાઓ પહોંચાડવામાં આવતાં અવિધા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર આપવામાં આવી હતી. જે બાદ સ્થાનિકો દ્વારા ઝઘડીયા વન વિભાગને જાણ કરવામાં આવી હતી, ત્યારે વન વિભાગની ટીમ તેમજ ઝઘડીયા ફાયર ફાઈટરની ટીમ દ્વારા ગતરોજ સાંજે આતંક મચાવનાર કપિરાજને ઝડપી લેવા માટે કવાયત હાથ ધરવામાં આવી હતી. સતત 24 કલાકની ભારે જહેમત બાદ આખરે આતંક મચાવનાર કપિરાજને પાંજરે પુરવામાં વન વિભાગ અને ફાયર ફાઇટરોને સફળતા મળી હતી. કપિરાજના આતંકથી અવિધા ગામના લોકોને છુટકારો મળતાં ગ્રામજનોએ વન વિભાગ તેમજ ફાયર ફાયટરની ટીમનો આભાર માન્યો હતો.

Next Story