Connect Gujarat
ભરૂચ

ભરૂચ : પતંગના દોરાથી શહેરીજનોને બચાવવા પાલિકાની પહેલ, જુઓ ઉતરાયણના દિવસે કેવી અપાશે સેવા..!

ઉત્તરાયણ પર્વે તા. 14 જાન્યુઆરી શનિવારે સવારથી શહેરના 10 રૂટ ઉપર ફરતી મુખ્યમંત્રી શહેરી પરિવહન બસ સેવામાં મફત મુસાફરીની જાહેરાત પાલિકા દ્વારા કરવામાં આવી છે.

X

ઉત્તરાયણ પર્વે પતંગના દોરાથી ટુ વ્હિલર ચાલકોના જીવ બચાવી સલામતી બક્ષવા ભરૂચ પાલિકા પ્રમુખ અમિત ચાવડાએ તા. 14 જાન્યુઆરીએ સિટી બસમાં શનિવારે તમામ શહેરીજનોને નિઃશુલ્ક અને સલામત મુસાફરીની જાહેરાત કરી છે.

ઉત્તરાયણ પર્વે તા. 14 જાન્યુઆરી શનિવારે સવારથી શહેરના 10 રૂટ ઉપર ફરતી મુખ્યમંત્રી શહેરી પરિવહન બસ સેવામાં મફત મુસાફરીની જાહેરાત પાલિકા દ્વારા કરવામાં આવી છે. ભરૂચ પાલિકા પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ઉત્તરાયણ પર્વે ખરીદી, કામકાજ, મિત્રો, સગા સંબંધી તેમજ પર્વની ઉજવણી કરવા બહાર નીકળતા શહેરીજનોની સુવિધા તેમજ સલામતી માટે સિટી બસમાં દિવસભર મફત મુસાફરીનો નિર્ણય લેવાયો છે. જેથી કરી મોપેડ, બાઇક ઉપર જતા આવતા વાહન ચાલકો પબ્લિક ટ્રાન્સપોર્ટેશનની નિઃશુલ્ક સર્વિસનો મહત્તમ લાભ લે. મકર સંક્રાંતિએ વાહનચાલકો પતંગના જીવલેણ દોરા, અકસ્માતનો ભોગ બની શકે છે. જેનાથી બચવા તેઓ સિટી બસની મુસાફરી કરી સલામત રહી શકે છે. શનિવારે ઉત્તરાયણના દિવસે સવારથી જ તમામ 10 રૂટો પર દોડતી બસોમાં ભરૂચની પ્રજા અને લોકો દિવસભર મફત મુસાફરી કરી શકશે. પોતાના વાહનોનો ઉપેયોગ ટાળી વધુમાં વધુ સિટી બસ સેવાનો નિઃશુલ્ક લાભ લેવા ભરૂચ પાલિકા દ્વારા શહેરની જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે.

Next Story