Connect Gujarat
ભરૂચ

ભરૂચ: સત્યમ કોલેજ ખાતે નેશનલ મલ્ટી ડીસિપ્લીનરી સેમિનાર યોજાયો

ભરૂચ: સત્યમ કોલેજ ખાતે નેશનલ મલ્ટી ડીસિપ્લીનરી સેમિનાર યોજાયો
X

ભરૂચના તપોવન સંસ્કાર કેન્દ્ર સંચાલિત શૈક્ષણિક સંસ્થા સત્યમ કોલેજ ઓફ એજ્યુકેશન એન્ડ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ સોશિયલ સાયન્સ રિસર્ચ મિનિસ્ટરી ઓફ એજ્યુકેશન ન્યુ દિલ્હી ના સંયુક્ત ઉપક્રમે શિક્ષક દિન નિમિતે નેશનલ મલ્ટી ડીસિપ્લીનરી સેમિનાર એજ્યુકેશન પ્રેક્ટિસીસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મુખ્ય વક્તા તરીકે અજીતસિંહ, પી પી સ્વામીની તન્મયાનંદજી સરસ્વતીજી ઉપસ્થિત રહ્યા હતા.આ સેમિનારમાં 115 જેટલા લોકોએ ભાગ લીધો હતો. સેમિનારના કન્વીનર ડોક્ટર અક્ષા શુક્લા, એન્ડ પ્રિન્સિપાલ સત્યમ કોલેજ ઓફ એજ્યુકેશન ના દ્વારા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.તપોવન સંસ્કાર કેન્દ્રના પ્રમુખ દિનેશભાઈ પંડ્યા, તથા નિયામક જાગૃતિ પંડ્યાના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમની પૂર્ણાહુતી ડોક્ટર નીલેશભાઈ ઉપાધ્યાય દ્વારા કરવામાં આવી હતી.સેમિનારમાં સમગ્ર સ્ટાફ તથા વિદ્યાર્થીઓએ અને અન્ય લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story