Connect Gujarat
ભરૂચ

ભરૂચ: નેત્રંગના વેપારીનો જુગાડ, બેટરીથી ચાલતી સાયકલ બનાવી

ભરૂચ: નેત્રંગના વેપારીનો જુગાડ, બેટરીથી ચાલતી સાયકલ બનાવી
X

પેટ્રોલ-ડીઝલના પ્રતિ લીટર ભાવનો સદી વટાવી ચુક્યો છે.ગરીબ-મધ્યમ પરીવારને કોરોના વાયરસના સંકટની સાથે પેટ્રોલ-ડીઝલના ધરખમ ભાવવધારાની સીધી અસર જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓ પડતા ઘર ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે. નેત્રંગના લાલમંટોડી વિસ્તારના ઈમ્તીયાઝ ખત્રીએ બેટરીથી ચાલતી સાયકલ બનાવી છે. જેની વિશેષતાની વાત કરીતો સાયકલમાં ચાર ટાયર છે.

૨૪ વોલ્ટની મોટર છે,૧૨-૧૨ વોલ્ટની બે બેટરી છે.૪૦ કિમી પ્રતિ કલાકની ઝડપે સાયકલ ચાલે છે.બેટરી ફુલ ચાજઁ કયૉ બાદ ૫૦ કિમી સુધી ચાલી શકે છે.સાયકલનું વજન ૬૦ કિ.ગ્રા હોવાથી નાના બાળકથી લઇને યુવકો પણ આસાનીથી હંકારી શકે છે. જેવી રીતે ફોરવ્હીલ કારમાં પગથી એક્સીલીટર અને બ્રેક કરી શકાય છે, તેવી જ રીતે આ સાયકલને પણ એક્સીલીટર-બ્રેક મારી શકાય છે. આ સાયકલને બનાવા માટે ભંગારના વેપારીને ૨ મહિનાનો સમય થયો હતો. તમામ જરૂરી સાધનો વેપારીએ વેસ્ટ માંથી બેસ્ટ એટલે ભંગારમાંથી જ ઉપયોગ કયૉ છે,અને મામુલી ખર્ચ રૂ.૫૦૦૦ આસપાસ થયો છે.

Next Story