Connect Gujarat
ભરૂચ

ભરૂચ: ટ્રેનમાં અપડાઉન કરતાં પાસ ધારકો માટે રાહતના સમાચાર,વાંચો કઈ ટ્રેનમાં પાસ માન્ય ગણાશે

પશ્ચિમ રેલવે દ્વારા 29 ઓક્ટોબર 2021થી કેટલીક મેલ એક્સપ્રેસ ટ્રેનોમાં માસિક સિઝન ટિકિટ ધારકોને અનરિઝર્વ્ડ કોચમાં મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવી રહી છે.

ભરૂચ: ટ્રેનમાં અપડાઉન કરતાં પાસ ધારકો માટે રાહતના સમાચાર,વાંચો કઈ ટ્રેનમાં પાસ માન્ય ગણાશે
X

પશ્ચિમ રેલવે દ્વારા 29 ઓક્ટોબર 2021થી કેટલીક મેલ એક્સપ્રેસ ટ્રેનોમાં માસિક સિઝન ટિકિટ ધારકોને અનરિઝર્વ્ડ કોચમાં મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવી રહી છે. વડોદરા ડિવિઝનના ડીઆરએમ અમિત ગુપ્તાએ માહિતી આપી હતી કઆ સુવિધા MST ધારકોને 29 ઓક્ટોબર, 2021થી વડોદરા ડિવિઝનમાંથી ચાલતી ટ્રેનોમાં માન્ય ગણાશે. માન્ય MST અને અનરિઝર્વ્ડ મેલ/એક્સપ્રેસ ટિકિટ ધરાવતા મુસાફરોને માત્ર અનરિઝર્વ્ડ કોચમાં જ મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવશે.

કઈ ટ્રેનમાં પાસ માન્ય રહેશે ?

1. ટ્રેન નં. 09011/09012 મુંબઈ સેન્ટ્રલ - અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ સુપર ફાસ્ટ આ સુવિધા D-14 થી D-18

અને DL-1 અને DL-2 કોચમાં આપવામાં આવી રહી છે.

2. ટ્રેન નં. 02935/02936 બાંદ્રા ટર્મિનસ સુરત બાંદ્રા ટર્મિનસ સુપર ફાસ્ટમાં D-13 થી D-16 અને DL-1

કોચમાં આપવામાં આવી રહી છે

3. ટ્રેન નં. 09135/09136 વલસાડ અમદાવાદ વલસાડ મેલ એક્સપ્રેસમાં આ સુવિધા D-14 થી D-18 અને

DL-1 અને DL-2 કોચમાં આપવામાં આવી રહી છે

4. ટ્રેન નં. 09138/09137 વડોદરા – દહાણુ રોડ વડોદરા સુપરફાસ્ટમાં D-10 થી D-14 અને DL-1 અને DL-૨ કોચમાં આપવામાં આવી રહી છે

5. ટ્રેન નં. 09129/09130 વલસાડ વડોદરામાં વલસાડ સુપરફાસ્ટ D-8 થી D-12 કોચમાં આપવામાં આવી રહી છે

6. ટ્રેન નં. 02959/02960 વડોદરા જામનગર વડોદરા સુપરફાસ્ટ D-8 થી D-12 કોચમાં આપવામાં આવી રહી છે

Next Story