Connect Gujarat
ભરૂચ

ભરૂચ: હાંસોટના ઇલાવ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે TBના દર્દીઓને પોષણયુક્ત આહારની કીટનું કરાયું વિતરણ

ટી.બી.મુક્ત ગુજરાત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે હાંસોટના ઇલાવ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા ઉત્કૃષ્ટ અભિગમ દાખવવામાં આવી રહ્યો છે

ભરૂચ: હાંસોટના ઇલાવ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે TBના દર્દીઓને પોષણયુક્ત આહારની કીટનું કરાયું વિતરણ
X

રાજ્ય સરકાર દ્વારા ટી.બી.મુક્ત ગુજરાત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે હાંસોટના ઇલાવ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા ઉત્કૃષ્ટ અભિગમ દાખવવામાં આવી રહ્યો છે. ઇલાવ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા બિરલા સેલ્યુલોઝીક કંપનીના સહયોગથી ટી.બી.ના દર્દીઓ માટે પોષણ યુક્ત આહારની કીટનું વિતરણ કરતો કાર્યક્રમ યોજાયો હતો જેમાં 57 દર્દીઓને પ્રોટીન પૂરું પાડતા પોષણ યુક્ત આહારની કીટની વિતરણ કરવામાં આવ્યું હતું. આ તમામ દર્દીઓને દર મહિને પોષણ યુક્ત આહારની કીટનું વિતરણ કરવામાં આવશે..


અને આ અંગેની જવાબદારી ઇલાવ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કર્મચારી નયન પટેલને સોંપવામાં આવી છે. સદર કાર્યક્રમમાં હાંસોટ તાલુકા પંચાયતના પ્રમુખ ગેમલસિંહ પટેલ, કારોબારી અધ્યક્ષ જયેશ પટેલ,તાલુકા વિકાસ અધિકારી ડો.અલ્પના નાયર,તાલુકા આરોગ્ય અધિકારી ડો.સુશાંત કઠોરવાલા,મેડિકલ ઓફિસર ડો. હર્ષ સંઘાણી,બિરલા સેલ્યુલોઝીક કંપનીના વાઇઝ પ્રેસિડેન્ટ મનીષ કિશોર ઉપસ્થિત રહ્યા હતા.

Next Story