Connect Gujarat
ભરૂચ

ભરૂચ : શ્રાદ્ધપક્ષના અંતિમ દિવસે શ્રી પરશુરામ બ્રહ્મસમાજ સંગઠન દ્વારા સમૂહ સર્વપિતૃ તર્પણનું આયોજન કરાયું

શ્રી પરશુરામ બ્રહ્મસમાજ સંગઠન અને ભરૂચ પાંજરાપોળના સહયોગથી સમૂહ સર્વપિતૃ તર્પણનું આયોજન કરવામાં આવ્યું

ભરૂચ : શ્રાદ્ધપક્ષના અંતિમ દિવસે શ્રી પરશુરામ બ્રહ્મસમાજ સંગઠન દ્વારા સમૂહ સર્વપિતૃ તર્પણનું આયોજન કરાયું
X

ભરૂચ શહેરના જે.બી.મોદી પાર્ક નજીક આવેલ પાંજરાપોળ ખાતે શ્રી પરશુરામ બ્રહ્મસમાજ સંગઠન અને ભરૂચ પાંજરાપોળના સહયોગથી શ્રાદ્ધપક્ષના અંતિમ દિવસે સમૂહ સર્વપિતૃ તર્પણનું આયોજન કરવામાં આવ્યુંહતું.

સનાતન ધર્મમાં પિતૃઓને દેવસ્વરૂપ માનવામાં આવે છે. પિતૃ તર્પણ કરવાથી પિતૃઋણમાંથી મુક્ત થવાય છે. પિતૃ તર્પણએ પિતૃને સંતુષ્ટ કરવાનો મહિમા છે, ત્યારે સર્વપિતૃની સંતુષ્ટિ માટે ભાદરવા વદ્દને શ્રાદ્ધપક્ષના અંતિમ સર્વપિતૃ અમાસના દિવસે શ્રી પરશુરામ બ્રહ્મસમાજ સંગઠન અને ભરૂચ પાંજરાપોળના સહયોગથી સમૂહ સર્વપિતૃ તર્પણનું આયોજન જે.બી.મોદી પાર્ક નજીક આવેલ પાંજરાપોળ ખાતે કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ભરૂચના જાણીતા શાસ્ત્રી હરેશ મહારાજ દ્વારા સર્વપિતૃ પૂજા માટે શ્રાદ્ધપક્ષની વિધિ કરાવવામાં આવી હતી, ત્યારે સમૂહ સર્વ પિતૃતર્પણમાં પાંજરાપોળના મુખ્ય ટ્રસ્ટી બિપિન ભટ્ટ, મહેન્દ્ર કંસારા સાથે શ્રી પરશુરામ બ્રહ્મસમાજ સંગઠનના હોદ્દેદારો હરેશ પુરોહિત, જ્યેન્દ્ર ભટ્ટ, અમરીશ દવે, ગૌપૂજારી કૌશિક જોશી સહિતના આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story