ભરૂચ : પાણેથા ગામેથી વિદેશી દારૂ સાથે મહિલા બુટલેગરની અટકાયત કરાય

New Update

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના પાણેથા ગામેથી વિદેશી દારૂના જથ્થા સાથે એક મહિલા બુટલેગરની ભરૂચ એલસીબી પોલીસે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ભરૂચ પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાની સૂચના અનુસંધાને ભરૂચ એલસીબી પોલીસની ટીમ પ્રોહિબિશન ડ્રાઈવ અંગે ઉમલ્લા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી, તે દરમ્યાન મળેલ બાતમીના આધારે ઝઘડીયા તાલુકાના પાણેથા ગામે પ્રોહીબીશન રેડ કરી હતી. રેડ દરમ્યાન ભરૂચ એલસીબી પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂની ૧૫૧ નંગ બોટલ જેની કિંમત ૨૧,૪૦૦ રૂપિયાના મુદ્દામાલ સાથે પાણેથા ગામની સુનિતા વસાવાની અટકાયત કરી હતી.

મહિલા બુટલેગરની અટકાયત કરી વિદેશી દારૂનો જથ્થો લાવનાર પાણેથાનો રહેવાસી અજય વસાવા તથા સંજાલીનો રહેવાસી જે દારૂનો જથ્થો મોકલનાર સંજય વસાવા બન્ને બુટલેગરોને ભરૂચ એલસીબી પોલીસે ફરાર જાહેર કર્યા હતા, ત્યારે ઉમલ્લા પોલીસે ફરાર આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Latest Stories