Connect Gujarat
ભરૂચ

ભરૂચ: તુલસીધામ નજીકથી કારમાં લવાતા વિદેશી દારૂના જથ્થા સાથે પોલીસે બુટલેગરની કરી ધરપકડ

૯૫૪૩માં વિદેશી દારૂનો જથ્થો લઇ એક ઇસમ આવી રહ્યો છે જેવી બાતમીના આધારે સી ડીવીઝન પોલીસે તુલસીધામ ત્રણ રસ્તા પાસે ઝાડેશ્વર રોડ ઉપર વોચ ગોઠવ્યો હતો

ભરૂચ: તુલસીધામ નજીકથી કારમાં લવાતા વિદેશી દારૂના જથ્થા સાથે પોલીસે બુટલેગરની કરી ધરપકડ
X

ભરૂચના તુલસીધામ ત્રણ રસ્તા પાસેથી કારમાં લવાતા વિદેશી દારૂના જથ્થા સાથે સી ડીવીઝન પોલીસે એક બુટલેગરને ૨.૭૦ લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો ભરૂચ સી ડીવીઝન પોલીસ મથકનો સ્ટાફ પ્રોહીબીશન ડ્રાઈવના પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે ઝાડેશ્વર ચોકડી તરફથી કાર નંબર-જી.જે.૧૬.એ.પી. ૯૫૪૩માં વિદેશી દારૂનો જથ્થો લઇ એક ઇસમ આવી રહ્યો છે જેવી બાતમીના આધારે સી ડીવીઝન પોલીસે તુલસીધામ ત્રણ રસ્તા પાસે ઝાડેશ્વર રોડ ઉપર વોચ ગોઠવ્યો હતો તે દરમિયાન બાતમી વાળી કાર આવતા પોલીસે કારમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની ૬૦ નંગ બોટલ મળી આવી હતી પોલીસે ૭૦ હજારનો દારૂ અને કાર મળી કુલ ૨.૭૦ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને જ્યોતિ નગર સ્થિત મહાદેવ નગરમાં રહેતો બુટલેગર દિવ્યેશ ઉર્ફે દીપુ મહેશ સોલંકીને ઝડપી પાડ્યો હતો જયારે સ્વપ્નીલ ચૌહાણને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

Next Story