Connect Gujarat
ભરૂચ

ભરૂચ:પોલીસે અંકલેશ્વરમાંથી બાયોડિઝલના ગેરકાયદેસર વેચાણનું વધુ એક કૌભાંડ ઝડપી પાડ્યું,3 આરોપીની ધરપકડ

ગેરકાયદેસર બાયો ડીઝલ વેચાણ કરતા 3 ઈસમને ઝડપી પાડ્યા

ભરૂચ:પોલીસે અંકલેશ્વરમાંથી બાયોડિઝલના ગેરકાયદેસર વેચાણનું વધુ એક કૌભાંડ ઝડપી પાડ્યું,3 આરોપીની ધરપકડ
X

અંકલેશ્વર ખાતે ભરૂચ SOG દ્વારા ગેરકાયદેસર બાયો ડીઝલ વેચાણ કરવા પીકઅપ વાનમાં ફ્યુલ ટેન્ક તથા ડીઝીટલ ફ્લ્યુ પંપ ફીટ કરી ગેરકાયદેસર બાયો ડીઝલ વેચાણ કરતા 3 ઈસમને ઝડપી પાડ્યા હતા. ભરૂચ જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ SOGના પી.આઈ. કે.ડી. મંડોરાની સૂચના પી.એસ.આઈ. એમ.આર. શકોરીયા તેમજ ટીમ અંકલેશ્વર ખાતે પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન કાપોદ્રા ગામની સીમમાં નવ જીવન હોટલ પાછળ દરોડા પાડ્યા હતા. જ્યાં પીકઅપ વાનમાં ફ્યુલ ટેન્ક તથા ડીઝીટલ ફ્લ્યુ પંપ ફીટ કરી ગેરકાયદેસર બાયો ડીઝલ વેચાણ કરવાનું કૌભાંડ ઝડપી પાડ્યું હતું.પોલીસ દ્વારા સ્થળ પર બાજુમાં આવેલ પાકી દુકાનના ગોડાઉનમાં સર્ચ કરતા અંદરથી પણ બાયો ડીઝલ ટેન્કો મળી આવી હતી. પોલીસે સ્થળ પરથી જ્વલનશીલ બાયો ડીઝલનો જથ્થો કોઈપણ જાતની મંજૂરી વગર અને ફાયર સેફટીના જરૂરી પગલાં લીધા વગર સ્ટોરેજ તેમજ વેચાણ કરતા ઝડપી પાડ્યું હતું. પોલીસે સ્થળ પરથી 2700 લીટર જલવંશીલ બાયો ડીઝલનો1.62 લાખ તેમજ પીકઅપ વાન 3 લાખ, ઇલેટ્રીક મોટર 10 હજાર અને મશીન રૂપિયા 25હજાર તેમજ પાઇપ-મોબાઈલ મળી કુલ 5.18 લાખ રૂપિયાનો મુદ્દામાલ અંકલેશ્વર મામલતદારને જાણ કરી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.પોલીસે આ મામલામાં રાજેશ પરમાર,ભરત મેવાડા અને મેહુલ પરમાર નામના આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Next Story