Connect Gujarat
ભરૂચ

ભરૂચ : ઝઘડિયાના ઉમલ્લા ગામે ઘટાદાર લીમડાના 2 વૃક્ષો ધરાશાયી થતાં વીજ પુરવઠાને અસર...

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમલ્લા ગામે લીમડાના 2 ઘટાદાર વૃક્ષ ધરાશાયી થયા હતા.

ભરૂચ : ઝઘડિયાના ઉમલ્લા ગામે ઘટાદાર લીમડાના 2 વૃક્ષો ધરાશાયી થતાં વીજ પુરવઠાને અસર...
X

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમલ્લા ગામે લીમડાના 2 ઘટાદાર વૃક્ષ ધરાશાયી થયા હતા. જેના કારણે નજીકથી પસાર થતાં વીજ વાયરો તૂટતાં અમુક કલાકો સુધી વીજ પુરવઠો ખોરવાયો હતો.

હવામાન વિભાગની આગાહી અનુસાર, સમગ્ર રાજ્યમાં મેઘમહેર થતાં જળ બંબાકારની સ્થિતિ સર્જાય હતી. તેવામાં દક્ષિણ ગુજરાત સહિત ભરૂચ જીલ્લામાં પણ ભારે વરસાદે તારાજી સર્જી હતી. તો નિજી તરફ ભારે વરસાદના કારણે નદી-નાળા છલકાયા છે, જ્યારે કેટલાક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ બની છે. સતત વરસી રહેલા વરસાદના કારણે ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમલ્લા ખાતે બેન્ક ઓફ બરોડા અને તળાવની પારે આવેલ લીમડાનું ઘટાદાર વૃક્ષ ધરાશયી થતા અફરાતફરી સર્જાય હતી. જોકે, નજીકથી પસાર થતાં વીજ વાયર અને વીજ પોલને નુકશાન થતા અમુક કલાકો સુધી વીજ પુરવઠો ખોરવાયો હતો. સમગ્ર બનાવમાં કોઈ જાનહાનિ નહીં થતાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

Next Story