Connect Gujarat
ભરૂચ

ભરૂચ: હોમગાર્ડ યુનિટના વહીવટ સામે ઉઠ્યા પ્રશ્નો, ભ્રસ્ટાચારના થઈ રહ્યા છે આક્ષેપો

ભરૂચ હોમગાર્ડ યુનિટનો વહીવટ શંકાના દાયરામાં આવ્યો છે. યુનિટના જ એક પૂર્વ કર્મચારીએ ભ્રસ્ટાચારનો આક્ષેપ કરતા ચકચાર મચી જવા પામી છે

X

ભરૂચ હોમગાર્ડ યુનિટનો વહીવટ શંકાના દાયરામાં આવ્યો છે. યુનિટના જ એક પૂર્વ કર્મચારીએ ભ્રસ્ટાચારનો આક્ષેપ કરતા ચકચાર મચી જવા પામી છે સમાજના વિવિધ વર્ગના જાગૃત નાગરિકો કાયદો અને વ્યવસ્થાની કામગીરીમાં પોલીસને મદદરૂપ થાય તેમ જ કુદરતી અને માનવસર્જિત આપત્તિમાં લોકોને વ્યવસ્થિત રીતે સહાયભૂત થાય તે માટે હોમગાર્ડની સ્થાપના કરવામાં આવી હતી પરંતુ ભરૂચમાં આ હોમગાર્ડનું યુનિટ જ શંકાના દાયરામાં આવ્યું છે.

ભરૂચ હોમ ગાર્ડમાં 10 વર્ષ સુધી ફરજ બજાવી ચૂકેલ અને શહેરના દાંડિયા બજારમાં રહેતા મિતુલ રાણાના આક્ષેપ અનુસાર ભરૂચ હોમગાર્ડના કમાન્ડિંગ ઓફિસર મનોજ રાણા દહેજની ખાનગી કંપનીમાં પણ ફરજ બજાવે છે પરંતુ તેઓ જ્યારે કંપનીમાં નોકરી પર હોય ત્યારે પણ તેમની હોમગાર્ડ તરીકેની ફરજ ચાલુ જ બતાવે છે અને તંત્રને આર્થિક નુકશાન પહોંચાડે છે.

આ ઉપરાંત હોમગાર્ડમાં ફરજ બજાવતા સંજય કાયસ્થ દ્વારા 9 એમ.એમ.ની પિસ્તલ દ્વારા બર્થ ડે પાર્ટી સહિતના કાર્યક્રમોમાં પ્રદર્શન કરવામાં આવે છે જે ગેરકાયદેસર છે. વધુમાં તેઓએ આક્ષેપ કરતા જણાવ્યુ હતું કે આ બાબતે આર.ટી.આઈ. કરવામાં આવી હતી તો તેમણે 10 વર્ષની સેવા બાદ બરતરફ કરી દેવામાં આવ્યા છે. આ સમગ્ર કૌભાંડ મામલે તેઓ દ્વારા ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરવામાં આવી છે

Next Story