Connect Gujarat
ભરૂચ

ભરૂચ: RAFના 100 જવાનો જિલ્લાના વિવિધ પોલીસ મથકોની લેશે મુલાકાત, વાંચો કારણ

ભરૂચ: RAFના 100  જવાનો જિલ્લાના વિવિધ પોલીસ મથકોની લેશે મુલાકાત, વાંચો કારણ
X

ભરૂચ જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનના નિરીક્ષણ માટે અમદાવાદના વસ્ત્રાલથી RAFના 100 જવાનોની ટીમ આવી પહોંચી છે. રઘુવીર સિંઘના નેતૃત્ત્વમાં આ ફોર્સ ભરૂચ જિલ્લામાં આવી છે જે જિલ્લાના વિવિધ પોલીસ મથકોની મુલાકાત કરશે અને જિલ્લાની ઓળખ માટે અભ્યાસ કરશે. આ દરમિયાન જિલ્લા પોલીસ સાથે મળીને ફ્લેગ માર્ચ પણ યોજવામાં આવી રહી છે.

આ કવાયત 1 ઓગષ્ટ સુધી ચાલશે જેના ભાગરૂપે આ ટીમ નબીપુર પોલીસ મથકે આવી પહોંચી હતી. આર.એ.એફ.પ્લેટુનની આ કવાયતથી સંવેદનશીલ અને નબળા વિસ્તારની ઓળખ થાય છે અને તોફાનોના મામલામાં ઝડપી પ્રવેશના માર્ગ અને નિર્ણાયક સંસ્થાઓની સ્થિતિમાં સુધારો કરે છે.

Next Story