Connect Gujarat
ભરૂચ

ભરૂચ: બાઇક ચોરીના ગુનામાં 5 વર્ષથી ફરાર આરોપીની રાજપારડી પોલીસે કરી ધરપકડ

ભરૂચ: બાઇક ચોરીના ગુનામાં 5 વર્ષથી ફરાર આરોપીની રાજપારડી પોલીસે કરી ધરપકડ
X

ઝઘડિયા તાલુકાના રાજપારડી પોલીસ સ્ટેશનના મોટરસાઇકલ ચોરીના ગુનામાં ૨૦૧૬ના વર્ષથી નાસતા ફરતા આરોપીને રાજપારડી ચારરસ્તા નજીકથી પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રાજપારડી પોલીસની ટીમે આજરોજ વહેલી સવારે પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન ખાનગી બાતમીદારથી મળેલ બાતમીના આધારે રાજપારડી પોલીસ સ્ટેશનના મોટરસાયકલ ચોરીના ગુન્હામાં વર્ષ ૨૦૧૬ થી નાસતા ફરતા ઝઘડિયા તાલુકાના ડભાલ ગામના રહેવાસી ચેતન જયંતીભાઇ વસાવા નામના ઈસમને રાજપારડી ચાર રસ્તા ખાતેથી ઝડપી લીધો હતો. રાજપારડી પોલીસે આરોપી ચેતન જયંતી વસાવાની અટકાયત કરી કોરોના મહામારી દરમ્યાન કોરોના ટેસ્ટ કરવા તેમજ આગળની કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરી છે.

Next Story