Connect Gujarat
ભરૂચ

ભરૂચ : રાજપારડીની M.E.S. નુરાની શાળાના તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો...

ઝઘડિયા તાલુકાના રાજપારડી ખાતે મુસ્લિમ સમાજ દ્વારા એમ.ઇ.એસ. નુરાની હાઇસ્કુલના પટાંગણમાં તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો હતો. ગ

ભરૂચ : રાજપારડીની M.E.S. નુરાની શાળાના તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો...
X

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી ખાતે મુસ્લિમ સમાજ દ્વારા એમ.ઇ.એસ. નુરાની હાઇસ્કુલના પટાંગણમાં તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો હતો. ગત વર્ષ 2022માં ધોરણ 10અને 12ની બોર્ડની પરીક્ષામાં ઉત્તમ ગુણ સાથે ઉતિર્ણ થયેલા મુસ્લિમ સમાજના વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને સન્માનપત્ર અને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.ભરૂચ : રાજપારડીની M.E.S. નુરાની શાળાના તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો...

રાજપારડીની એમ.ઇ.એસ. નુરાની હાઇસ્કુલ ખાતે યોજાયેલ સન્માન સમારોહમાં ડૉ .નિલિમા ખત્રી અને ડૉ. માહેરા પઠાણએ યુવતીઓને વધુમાં વધુ ભણાવા માટે પ્રોત્સાહિત કરવા અને આગળ વધવામાં મદદરૂપ થવા માટે જાગૃતિના હેતુસર માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત શાળા ટ્રસ્ટના પ્રમુખ સલીમ શેખ, રાજપારડી ગામના મુસ્લિમ આગેવાન સૈયદ ઈમ્તિયાઝ અલી બાપુ, મુનાફ ખત્રી, જાકીર મલેક, પ્રોફેસર સાજીદ પઠાણ તેમજ ટ્રસ્ટીગળ, શાળાના બાળકો સહિત આજુબાજુના ગામેથી પધારેલ આગેવાનો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Next Story