Connect Gujarat
ભરૂચ

ભરૂચ : રીલાયન્સ કંપની દ્વારા અંગારેશ્વર ગામે પંચવટીનું નિર્માણ, બહેનો માટે સીવણ ક્લાસનો પ્રારંભ

રીલાયન્સ કંપની દ્વારા અંગારેશ્વર ખાતે બહેનો માટે કૌશલ્ય વર્ધન પ્રોજેક્ટ હેઠળ સીવણ ક્લાસનો પણ પ્રારંભ કરાયો

ભરૂચ : રીલાયન્સ કંપની દ્વારા અંગારેશ્વર ગામે પંચવટીનું નિર્માણ, બહેનો માટે સીવણ ક્લાસનો પ્રારંભ
X

ભરૂચના અંગારેશ્વર ગમે નર્મદા નદી કિનારે પર્યાવરણની જાળવણી માટે રીલાયન્સ કંપની દ્વારા ગ્રીન પ્રોજેક્ટ હેઠળ પંચવટીનું નિર્માણ કરવામાં આવ્યુ છે. જેમાં વિવિધ પ્રકારના 700થી વધુ વૃક્ષો જેમ કે, વડ, પીપળો, અશોક અને બીલી વગેરેનું ગામની શાળાના બાળકો અને ગ્રામજનોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત અંગારેશ્વરના પ્રાથમિક શાળામાં પ્રાર્થના હોલનું ખાતમુહૂર્ત સાઇટ પ્રેસિડન્ટ શૈલેષ નિગમે કર્યું હતું. નોંધનીય છે કે, રીલાયન્સ કંપની દ્વારા અંગારેશ્વર ખાતે બહેનો માટે કૌશલ્ય વર્ધન પ્રોજેક્ટ હેઠળ સીવણ ક્લાસનો પણ પ્રારંભ કરાયો હતો. આ પ્રસંગે કંપનીના અન્ય અધિકારી હરેશ ચતુર્વેદી, અનીસ દેસાઈ, હેમરાજ પટેલ, અનુપમસિંહ અને નારસંગ પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા. સામાજિક કાર્યો માટે ગામના આગેવાન મહેશ પરમાર અને કમલેશ માછી સહિતના ગામલોકો દ્વારા રિલાયન્સ કંપનીના આ સેવાકાર્યની સરાહના કરવામાં આવી હતી.

Next Story