Connect Gujarat
ભરૂચ

ભરુચ : દહેજ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ તરફથી આરોગ્ય વિભાગને કોવેક્સિન રસીના ડોઝ અર્પણ કરાયા

દહેજની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્ધારા જિલ્લા પંચાયત ના આરોગ્ય વિભાગને પાંચ હજાર કોવેકસીન ડોઝ આપવામાં આવ્યા હતાં.

ભરુચ : દહેજ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ તરફથી આરોગ્ય વિભાગને કોવેક્સિન રસીના ડોઝ અર્પણ કરાયા
X

દહેજની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્ધારા જિલ્લા પંચાયત ના આરોગ્ય વિભાગને પાંચ હજાર કોવેકસીન ડોઝ આપવામાં આવ્યા હતાં.

દેશમાં મહત્તમ લોકોનું વેક્સિનેશન થાય તથા જાહેર આરોગ્ય સેવાઓને મદદરૂપ થઈ તેમનું ભારણ ઘટે તેવા ઉમદા હેતુ થી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને રિલાયન્સ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે સી.એસ.આર પ્રોજેક્ટ અંતર્ગત ભરુચ જીલ્લા પંચાયતનાં આરોગ્ય વિભાગને પાંચ હજાર કોવેક્સીનનાં ડોઝ વિના મૂલ્યે આપવામાં આવ્યા હતા.આ પ્રસંગે કંપનીના પ્રતિનિધિ અનીસ દેસાઈ,ડૉ.સહજાનંદ ઠાકર,અનુપમસિંહ તથા હેમરાજ પટેલ તથા આરોગ્ય વિભાગના ડૉ. દુલેરા અને ડૉ. નિલેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતાં। અત્રે ઉલ્લેખનીય છે કે રિલાયન્સ કંપની દ્વારા કોરોના કપરા કાળમાં ભરૂચ જિલ્લા આરોગ્ય તંત્ર તેમજ લોકોને વિનામૂલ્યે માસ્ક, સેનેટાઈઝર,દવાઓ,ઓક્સિજન અને ફુડ કીટ જેવી રાહત સામગ્રી જરૂરિયાત મંદ લોકોને પુરી પાડી હતી.

Next Story