Connect Gujarat
ભરૂચ

ભરૂચ : ઓબીસી કેટેગરીને સામાન્ય બેઠક જાહેર કરવાની માંગ સાથે અખિલ ભારતીય ઓબીસી મહાસભાની રજૂઆત

ગુજરાતમાં પેટા ચૂંટણીમાં ઓબીસી વર્ગની બેઠકો સામાન્ય શ્રેણીમાં ફેરવવાની માંગ સાથે અખિલ ભારતીય ઓબીસી મહાસભા દ્વારા ભરૂચ જિલ્લા કલેકટર કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.

ભરૂચ : ઓબીસી કેટેગરીને સામાન્ય બેઠક જાહેર કરવાની માંગ સાથે અખિલ ભારતીય ઓબીસી મહાસભાની રજૂઆત
X

સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની આવનારી ચૂંટણીઓમાં ત્રીપલ સ્તરીય વસ્તી ગણતરી કરી ગુજરાતમાં પેટા ચૂંટણીમાં ઓબીસી વર્ગની બેઠકો સામાન્ય શ્રેણીમાં ફેરવવાની માંગ સાથે અખિલ ભારતીય ઓબીસી મહાસભા દ્વારા ભરૂચ જિલ્લા કલેકટર કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.

સમગ્ર ગુજરાતમાં આગામી દિવસોમાં યોજાનારી ચૂંટણીઓમાં 8 મહાનગરપાલિકાઓ તથા તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ગ્રામ પંચાયત અને નગરપાલિકાઓમાં ઓબીસી વર્ગની બેઠકોને સામાન્ય શ્રેણીમાં ફેરવવાના આદેશ કરવાની માંગ સાથે ભરૂચ જિલ્લામાં કાર્યરત અખિલ ભારતીય ઓબીસી મહાસભા દ્વારા જિલ્લા કલેકટર કચેરી ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. આવેદન પત્રમાં જણાવ્યા અનુસાર, ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર દ્વારા કલમ 340માં ઓબીસી માટે તમામ સામાજિક રાજકીય શૈક્ષણિક વિકાસ માટે તક રાખી હોવાનો ઉલ્લેખ કરાયો છે, જેના કારણે ગુજરાતમાં ઓબીસી વર્ગની બેઠકો સામાન્ય શ્રેણીમાં ફેરવવા બાબતે મૂળ નિવાસી સંઘના પરેશ મહેતા સહિતના અગ્રણીઓએ રિટાયર જજ હાઇકોર્ટ ચેરમેન ઓબીસી કમિશનર ગાંધીનગરને સંબોધિને ભરૂચ જિલ્લા કલેકટર કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી.

Next Story