ભરૂચ : ઝઘડીયાના ભાલોદ-પ્રાંકડ ગામ નજીક સર્જાયો માર્ગ અકસ્માત, 2 વ્યક્તિના ઘટના સ્થળે મોત...
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ભાલોદ રોડ પર આવેલા પ્રાંકડ ગામ નજીક માર્ગ અકસ્માતમાં 2 વ્યક્તિના ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતા.
BY Connect Gujarat14 May 2022 1:05 PM GMT

X
Connect Gujarat14 May 2022 1:05 PM GMT
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ભાલોદ રોડ પર આવેલા પ્રાંકડ ગામ નજીક માર્ગ અકસ્માતમાં 2 વ્યક્તિના ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતા. બનાવના પગલે રાજપારડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, ઝઘડિયા તાલુકાના પ્રાંકડ અને વણાકપોર ગામ વચ્ચે માર્ગ અકસ્માતમાં બાઈક સવાર 2 વ્યક્તિનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય ઇજાગ્રસ્તને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતમાં 2 વ્યક્તિના મોત થતાં સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ હતી. બનાવની જાણ થતાં જ રાજપારડી પોલીસ મથકના પોલીસ સબ ઈન્સ્પેકટર ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ત્યારબાદ બન્ને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જોકે, બાઇક સવારોને કયા વાહન સાથે અકસ્માત સર્જાયો હતો તે દિશામાં પણ પોલીસે તપાસ આદરી છે.
Next Story
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMTભરૂચ: હાંસોટના અલવા ગામ નજીક બ્યુટી પાર્લર સંચાલિકાની કારને નડ્યો...
17 May 2022 5:19 AM GMTઆણંદ : ખંભાતમાં રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારો, જૂથ અથડામણમાં 1...
10 April 2022 3:17 PM GMT
તાપી : ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે પણ લોકોને પાણી પહોચાડવા માટે ડોસવાડા...
19 May 2022 9:17 AM GMTઅમદાવાદ: કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ હાર્દિક પટેલે આલાપ્યો...
19 May 2022 9:04 AM GMTદિલ્હી મુંબઈ કરતા અમદાવાદમાં પ્રદૂષણ વધારે, AQI 300ને પાર થયો
19 May 2022 8:19 AM GMTછોટાઉદેપુર : સરકારની યોજનાનુ છડેચોક ઉલ્લંઘન, સરકારી પરિસરોની બહાર જ...
19 May 2022 7:38 AM GMTહાર્દિક પટેલ સામે નરેશ પટેલને ઉભા કરશે કોંગ્રેસ પ્રભારી, નરેશ પટેલ...
19 May 2022 7:31 AM GMT