Connect Gujarat
ભરૂચ

ભરૂચ : ભોલાવ અને ઝાડેશ્વરમાં "નલ સે જલ" યોજના હેઠળ 15.53 કરોડ રૂપિયાની ફાળવણી

44 કરોડથી વધુ રૂપિયાની છે બંને ગામોની પાણી યોજના રાજય સરકારે ઇન્ટરનલ નેટવર્ક માટે વધુ રૂપિયા ફાળવ્યાં

ભરૂચ : ભોલાવ અને ઝાડેશ્વરમાં નલ સે જલ યોજના હેઠળ 15.53 કરોડ રૂપિયાની ફાળવણી
X

ભરૂચ શહેરનો જ એક ભાગ બની ગયેલાં ભોલાવ અને ઝાડેશ્વર ગામમાં નલ સે જલ યોજના હેઠળ પાણી યોજના અમલમાં મુકવામાં આવી હતી.



અંદાજે 44 કરોડ રૂપિયાનું યોજનાનો પ્રારંભ પુર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વાલિયા ખાતેથી કરાવ્યો હતો. આ યોજનાની કામગીરી અંતિમ ચરણમાં પહોંચી ચુકી છે અને ટુંક સમયમાં તેનું લોકાર્પણ કરાશે. ભોલાવ અને ઝાડેશ્વર ગામમાં પાણી યોજના માટે ઇન્ટરનલ નેટવર્ક નહિ હોવાથી ભરૂચના ધારાસભ્ય અને નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલે મંત્રી રૂષિકેશ પટેલને રજુઆત કરી હતી. દુષ્યંત પટેલની રજુઆતને પ્રાધાન્ય આપી મંત્રી રૂષિકેશ પટેલે બંને ગામોમાં ઇન્ટરનલ નેટવર્ક ઉભું કરવા માટે કુલ 15.53 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. ધારાસભ્ય દુષ્યંત પટેલ આ ઝડપી કામગીરી માટે રાજય સરકાર પ્રતિ આભારની લાગણી વ્યકત કરી છે...

Next Story