Connect Gujarat
ભરૂચ

ભરૂચ : ઝઘડીયાની સોસાયટીના બંધ મકાનો ચઢ્યા તસ્કરોના નિશાને, રૂ. 1 લાખથી વધુના માલમતાની ચોરી...

ભરૂચ જિલ્લાના ઝઘડીયા નગરની મારુતિ રેસિડેન્સીમાં એક જ રાતમાં 2 બંધ મકાનોના તાળા તૂટ્યા હતા.

ભરૂચ : ઝઘડીયાની સોસાયટીના બંધ મકાનો ચઢ્યા તસ્કરોના નિશાને, રૂ. 1 લાખથી વધુના માલમતાની ચોરી...
X

ભરૂચ જિલ્લાના ઝઘડીયા નગરની મારુતિ રેસિડેન્સીમાં એક જ રાતમાં 2 બંધ મકાનોના તાળા તૂટ્યા હતા. જેમાં સોના-ચાંદીના દાગીના મળી કુલ રૂપિયા 1 લાખથી વધુના માલમતાની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા.

મળતી માહિતી અનુસાર, ઝઘડીયા નગરની મારુતિ રેસિડેન્સીમાં આવેલ 3 બંધ મકાનોના તાળા એક જ રાતમાં તૂટતાં સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે. તસ્કરોએ 2 મકાનમાંથી સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રકમની ચોરી કરી હતી, જ્યારે તસ્કરો એક મકાનનું તાળું તોડી ફરાર થઈ ગયા હતા.

સમગ્ર મામલે ફરિયાદી ઉમેશ માછીના જણાવ્યા અનુસાર, તેઓ વડોદરા ખાતે ખરીદી કરવા નાતે ગયા હતા, ત્યારે તેમના પડોશીએ ટેલીફોનિક માહિતી આપી હતી કે, તમારા મકાનના દરવાજાનું તાળું તૂટેલું છે. જેથી તેઓ તાત્કાલિક ઝઘડીયા આવી પહોચ્યા હતા, ત્યારે મકાનમાં તપાસ કરતાં સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ મળી કુલ રૂપિયા 70 હજારના માલમત્તાની ચોરી થઈ હોવાનું જણાયું હતું. ઉપરાંત એ જ સોસાયટીમાં રહેતા પ્રદીપ વસાવાના મકાનમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી કુલ રૂપિયા 48 હજારના માલમત્તાની ચોરી થઈ હોવાનું જણાયું હતું. જોકે, 2 મકાનોના તાળા તૂટતાં કુલ રૂપિયા 1 લાખથી વધુના માલમત્તાની ચોરી થતાં મકાન માલિકોએ ઝઘડીયા પોલીસ મથકે અજાણ્યા તસ્કરો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી, ત્યારે હાલ તો ઝઘડીયા પોલીસે અજાણ્યા તસ્કરોને વહેલી તકે ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

Next Story