Connect Gujarat
ભરૂચ

ભરૂચ:ધૂળેટીનું પર્વ ફેરવાયુ માતમમાં,શુકલતીર્થ ગામે નર્મદા નદીમાં નાહવા પડેલા બે યુવાનો તણાયા

હજુ સુધી બંને યુવાનોના મૃતદેહોની ભાળ મળી ન હોવાના કારણે મૃતકના પરિવાર સ્થળ ઉપર જ જોવા મળ્યા હતા

ભરૂચ:ધૂળેટીનું પર્વ ફેરવાયુ માતમમાં,શુકલતીર્થ ગામે નર્મદા નદીમાં નાહવા પડેલા બે યુવાનો તણાયા
X

ભરૂચ તાલુકાના પૂર્વ વિસ્તારમાં શુક્લતીર્થ ગામે ધુળેટી પર્વ નિમિત્તે નદીમાં યુવાનો નાહવા ગયા હતા જેમાં ત્રણ પૈકી બે ઊંડા પાણીમાં ગરકાવ થતા ડૂબી ગયા હતા અને ડૂબી ગયેલા યુવાનોને શોધખોળ કરવા માટે ગત મોડી રાત્રી સુધી શોધ કરાઈ હતી અને સતત વહેલી સવારથી પણ મગરોના ભય વચ્ચે પણ બંને યુવાનોની શોધખોળ શરૂ કરવામાં આવી હતી પરંતુ હજુ સુધી બંને યુવાનોના મૃતદેહોની ભાળ મળી ન હોવાના કારણે મૃતકના પરિવાર સ્થળ ઉપર જ જોવા મળ્યા હતા

ભરૂચ તાલુકાના શુકલતીર્થ ગામ ખાતે રહેતા સુનિલ બચુભાઈ પંચાલ ઉ.વ ૩૨ અને વૈભવ ઉર્ફે વિષ્ણુ સતિષભાઈ પટેલ ઉ.વ ૨૨ નાઓ પોતાના ગામમાં ધુળેટી પર્વની ઉજવણી કર્યા બાદ શુકલતીર્થ નજીક આવેલ નર્મદા નદીના કાંઠે ન્હાવા માટે ગયા હતા, તે દરમિયાન અચાનક નદીમાં ભરતી આવતા નદીમાં પાણીનો પ્રવાહ વધી જતાં બંને યુવાનો તણાયા હતા, જે બાદ બંને યુવાનો લાપતા થયા હતા ત્રણ પૈકી એક યુવાન બચી ગયો હતો

પાણીના પ્રવાહમાં ડૂબી ગયેલા બે યુવાનોના પરિવારને જાણ કરતા તેઓના પરિવારો નર્મદા નદીના ઘાટ ઉપર દોડી આવ્યા હતા અને તાબડતોબ સ્થાનિક પોલીસ અને ભરૂચ નગરપાલિકાના ફાયર ફાયટરો ને જાણ કરતાં ફાયર ફાઈટરની ટીમોએ પણ સ્થળ પર દોડી આવી નર્મદા નદીના પાણીના વહેણમાં ગુમ થયેલા બંને યુવાનોની શોધખોળ આરંભી હતી અને મોડી રાત્રી સુધી બંને યુવાનોને નદીના વહેણમાં શોધવા ફાયરની ટીમે કમર કસી હતી પરંતુ કોઈ પતો લાગ્યો ન હતો

Next Story