Connect Gujarat
ભરૂચ

ભરૂચ : સબજેલમાંથી મળી આવ્યું સીમકાર્ડ, વાંચો ક્યાં સંતાડવામાં આવ્યું હતું સીમકાર્ડ

ભરૂચ : સબજેલમાંથી મળી આવ્યું સીમકાર્ડ, વાંચો ક્યાં સંતાડવામાં આવ્યું હતું સીમકાર્ડ
X

ભરૂચની જિલ્લા જેલ માંથી અનેકવાર મોબાઇલ મળી આવવાની ઘટનાઓ સામે આવી હતી. જેના પગલે ઝડતી સ્કવોડ તથા જિલ્લા જેલના જેલરની હાજરીમાં બૅરેક નંબર ૬માં તપાસ કરવામાં આવતા કપડાં લગાવવાની લોખંડની પટ્ટીમાંથી મોબાઈલ સીમકાર્ડ મળી આવતા સમગ્ર પ્રકરણ બાબતે બી ડિવિઝન પોલીસ મથકમાં ગુનો દાખલ કરી તપાસ શરૂ કરવામાં આવી હતી.

ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ જિલ્લા જેલમાં ઝડતી સ્કવોડ તથા ભરૂચ જિલ્લા જેલના જેલરની ઉપસ્થિતિમાં વિવિધ બેરેકમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા જેલમાં રહેલા સર્કલ નંબર ૧ બૅરેક નંબર ૬માં જમણી બાજુની મોટા સળિયાવાળી છેલ્લી બારી પાસે કપડા લટકાવવાની લોખંડની પટ્ટીની પાછળથી ૧ નંગ મોબાઇલ સીમ કાર્ડ મળી આવ્યું હતું અને આ સીમકાર્ડ ઉપર જે તે કંપનીનો લોગો ઘસી કાઢેલી અવસ્થામાં હોય જેથી તપાસ અધિકારીઓએ મોબાઈલનું સીમ કાર્ડ કઈ કંપનીનું છે તેનો કયો નંબર છે અને આ નંબર ઉપરથી કોને- કોને ફોન કરવામાં આવ્યા છે. તે સમગ્ર માહિતી મેળવવાના પ્રયાસોના ભાગરૂપે બિનવારસી અવસ્થામાં મળેલા મોબાઇલના સીમકાર્ડ મુદ્દે બી ડિવિઝન પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આ સીમકાર્ડ કોણ વાપરતુ હતું અને વપરાયેલું સીમ કાર્ડ હોય તો તે મોબાઈલ ક્યાં છે તે વિવિધ મુદ્દા ઉપર તપાસનો દોર લંબાવ્યો છે

ભરૂચની જિલ્લા જેલમાંથી વારંવાર મોબાઇલ અને સીમકાર્ડ મળી આવવાની ઘટનાઓના કારણે ઝડતી સ્કવોડ પણ હવે સજ્જ થઈ રહી છે

Next Story