Connect Gujarat
ભરૂચ

ભરૂચ : ઝઘડીયા તાલુકામાં તસ્કરોનો તરખરાટ, લીમોદરા ગામે બંધ મકાનમાંથી લાખોના મત્તાની ચોરી

સોના-ચાંદીના દાગીના મળી કુલ કિંમત 1,41,000/- રૂપિયાના માલમત્તાની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા.

ભરૂચ : ઝઘડીયા તાલુકામાં તસ્કરોનો તરખરાટ, લીમોદરા ગામે બંધ મકાનમાંથી લાખોના મત્તાની ચોરી
X

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ઉમલ્લા નજીક આવેલ અછાલિયા તેમજ રાજપારડી નજીક આવેલ પ્રાકણ ગામે લાખો રૂપિયાની ચોરીનો ભેદ હજુ સુધી ઉકેલાયો નથી, ત્યાંજ ઝઘડીયા નજીક આવેલ લીમોદરા ગામે એક બંધ મકાનમાં રહેલ રોકડ રકમ તેમજ સોના-ચાંદીના દાગીના મળી કુલ કિંમત 1,41,000/- રૂપિયાના માલમત્તાની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા.

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકામાં ઉપરા-છાપરી ઘરફોડ ચોરીના બનાવોથી તાલુકાની પ્રજા ચિંતામાં મુકાઈ છે, ત્યારે પોલીસ દ્વારા અંતર્યાળ ગામોમાં પણ નાઈટ પેટ્રોલીંગ કરવામાં આવે તે હવે જરૂરી બન્યું છે. લીમોદરા ગામે રહેતા અનિતા મહેશભાઈ પાટણવાડિયા બાળકો સાથે પગુથણ ગામે બાબરીના પ્રસંગમાં ગયા હતા. તે દરમ્યાન બંધ મકાનનો લાભ લઈ તસ્કરોએ મકાનમાં પ્રવેશ કરી બંધ તિજોરીમાંથી સ્ટીલ અને પિતળના ડબ્બા અને કિટલીમાં રહેલ રોકડ રકમ 2300/- તથા સોના-ચાંદીના દાગીના કિંમત 1,18,000/- રૂપિયા મળી કુલ કિંમત 1,41,000/- રૂપિયાના માલમત્તાની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા, ત્યારે અનિતા પાટણવાડિયા દ્વારા ઝઘડીયા પોલીસ મથકે ચોરી અંગેની ફરિયાદ નોંધાવી હતી. જોકે, ફરિયાદના આધારે પોલીસે પણ તસ્કરોને વહેલી તકે ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા.

Next Story