Connect Gujarat
ભરૂચ

ભરૂચ: સ્ટેશન રોડ પર વધુ 3 દુકાનોને તસ્કરોએ બનાવી નિશાન, પોલીસ પેટ્રોલીંગ વધુ સઘન બનાવે એવી વેપારીઓની માંગ

તસ્કરોએ ગતરોજ રાતે ભરૂચ શહેરના હાર્દ સમા સ્ટેશન રોડ ઉપર આવેલ પૃથ્વી શોપિંગ સેન્ટરને નિશાન બનાવ્યું હતું.

ભરૂચ: સ્ટેશન રોડ પર વધુ 3 દુકાનોને તસ્કરોએ બનાવી નિશાન, પોલીસ પેટ્રોલીંગ વધુ સઘન બનાવે એવી વેપારીઓની માંગ
X

ભરૂચ શહેરના હાર્દ સમા પૃથ્વી શોપિંગ સેન્ટરને તસ્કરોએ નિશાન બનાવી શોપિંગમાં આવેલ ત્રણ દુકાનના શટર તોડી અંદર રહેલ 6 હજારથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. ભરૂચ શહેરના ભૃગુ મંઝિલ શોપિંગ સેન્ટરની ત્રણ દુકાનોને નિશાન બનાવી ચોરીની ઘટનાને અંજામ આપી હોવાની ઘટનાની સાહી સુકાઈ નથી તેવામાં તસ્કરો ફરી શહેરને બાનમાં લીધું છે તસ્કરોએ ગતરોજ રાતે ભરૂચ શહેરના હાર્દ સમા સ્ટેશન રોડ ઉપર આવેલ પૃથ્વી શોપિંગ સેન્ટરને નિશાન બનાવ્યું હતું.

તસ્કરોએ શોપિંગમાં આવેલ ગુજરાત ફૂટવેર,રંગ કૃપા, અને લકી ફૂટવેરને નિશાન બનાવી ત્રણેય દુકાનોના શટર ઊંચા કરી અંદર પ્રવેશ કર્યો હતો અને દુકાનોમાં રહેલ ચિલ્લર 6હજારથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા ચોરીની ઘટનાની જાણ દુકાનદારોએ એ ડિવિઝન પોલીસ મથકે કરતા પોલીસ કાફલો સ્થળ ઉપર દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર બાદ હવે ભરૂચમાં ચોરીની ઘટનાઓ દિનપ્રતિદિન વધી રહી છે ત્યારે પોલીસ વિભાગ પેટ્રોલિંગ સઘન બનાવે તે અત્યંત જરૂરી છે.

Next Story