Connect Gujarat
ભરૂચ

ભરૂચ : એસટી કર્મચારીઓ આંદોલનના માર્ગે, ઉંઘતી સરકારને જગાડવા કર્યો ઘંટનાદ

રાજયના નવનિયુકત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સામે અનેક પડકારો છે અને તેમાંનો એક છે સરકારી કર્મચારીઓની પડતર માંગણીઓ પુરી કરવાનો..

X

ગુજરાત રાજય માર્ગ પરિવહન નિગમ ( એસટી)ના કર્મચારીઓ તેમની પડતર માંગણીઓ સંદર્ભમાં 7 ઓકટોબરથી માસ સીએલ પર ઉતરી જવાના છે. સાતમી ઓકટોબર પહેલાં સરકારને જગાડવા માટે વિવિધ કાર્યક્રમો આપવામાં આવી રહયાં છે. જેનાભાગરૂપે ભરૂચ વિભાગીય કચેરી ખાતે કર્મચારીઓએ રીસેશના સમયમાં ઘંટનાદ કરી ઉંઘતી સરકારને જગાડવાનો પ્રયાસ કર્યો હતો.

એસટી કર્મચારીઓની પડતર માંગણીઓની વાત કરવામાં આવે તો..નિગમ દ્વારા સરકારમાં કરેલ તમામ દરખાસ્તનો હકારાત્મક નિર્ણય લઈ અમલવારી કરાવવી, સેટલમેન્ટ કરાર મુજબ જુલાઈ 2019થી 5 ટકા વધેલ મોંઘવારીની અસર તેમજ ચડત એરિયર્સની રકમ આપવી, સાતમા પગાર પંચની અમલવારીથી ચુકવણી, કંડકટરની કક્ષામાં પગારની વિસંગતતા દૂર કરવા સહિતની કુલ 15થી વધારે માંગણીઓનો સમાવેશ થવા જાય છે. આજે ઘંટનાદનો કાર્યક્રમ આપી સરકારને જગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જો સરકાર માંગણીઓ નહિ સ્વીકારે તો 7મી ઓકટોબરથી એસટી કર્મચારીઓ માસ સીએલ પર ઉતરી જવાની ચીમકી આપી રહયાં છે. જો આમ થશે તો રાજયભરમાં એસટી બસોના પૈંડા થંભી જશે.

Next Story