Connect Gujarat
ભરૂચ

ભરૂચ : ચોરીના ગુનામાં છેલ્લા 6 વર્ષથી નાસતા ફરતા આરોપીને રાજપારડી પોલીસે ઝડપી પાડ્યો

આ ઇસમ ચોરીના ગુનામાં છેલ્લા 6 વર્ષથી પોલીસ પકડથી બચવા નાસતો ફરતો હતો.

ભરૂચ : ચોરીના ગુનામાં છેલ્લા 6 વર્ષથી નાસતા ફરતા આરોપીને રાજપારડી પોલીસે ઝડપી પાડ્યો
X

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડીના પીએસઆઇ જી.આઇ.રાઠોડ પોલીસ ટીમ સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમ્યાન હ્યુમન ઇન્ટેલીજન્સ તથા ટેકનીકલ સર્વેલન્સની બાતમીના આધારે એક નાસતા ફરતા આરોપીને રાજપારડી ઝઘડીયા રોડ પર આવેલ ભુંડવા ખાડી પાસેથી ઝડપી લીધો હતો.

રાજપારડી પોલીસના જણાવ્યા અનુસાર, ઇનાયતખાન ઉર્ફે તોફિક હમીદશા દિવાન નામનો ઝઘડીયા તાલુકાના જરસાડ ગામનો આ ઇસમ ચોરીના ગુનામાં છેલ્લા 6 વર્ષથી પોલીસ પકડથી બચવા નાસતો ફરતો હતો. પોલીસ તપાસ દરમ્યાન આ ઇસમ રાજપારડી પોલીસ મથકે નોંધાયેલ ૩ જેટલા ગુનાઓમાં વોન્ટેડ હોવાનું જણાયું હતું, ઉપરાંત ડભોઇ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરી તેમજ બોડેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં મારામારી કરી હોવાની પણ તેણે કબુલાત આપી હતી.

વધુમાં આ ઇસમ તેના સહઆરોપીઓ સાથે એક ટોળકી બનાવી રાત્રીના સમયે ખેતરોમાં જઇને બોરવેલના વિવિધ સામાન તેમજ ઝાટકા મશીનો ચોરી કરીને તેનું વેચાણ પણ કરતા હતા. આ ટોળકીના અન્ય સભ્યો પહેલા ઝડપાઇ ગયેલ હતા, જ્યારે બાકી રહેલ આ ઇસમને રાજપારડી-ઝઘડીયા રોડ પર ભુંડવા ખાડી નજીકથી ઝડપી લેવામાં પોલીસને સફળતા મળી છે.

Next Story