Connect Gujarat
ભરૂચ

ભરૂચ: હાંસોટના દંતરાઇ ગામ નજીક બનવાયેલ નાળુ 30 જ દિવસમાં તૂટી ગયું, કામગીરી સામે પ્રશ્નાર્થ !

હાંસોટના દંતરાઇ ગામે જે કોન્ટ્રાક્ટર દ્વારા નાળુ બનાવેલ તેજ કોન્ટ્રાક્ટરની ગાડીના વજન થી 30 જ દિવસમાં નાળુ તૂટી જતાં કામગીરીની ગુણવત્તા સામે પ્રશ્નાર્થ

ભરૂચ: હાંસોટના દંતરાઇ ગામ નજીક બનવાયેલ નાળુ 30 જ દિવસમાં તૂટી ગયું, કામગીરી સામે પ્રશ્નાર્થ !
X

હાંસોટના દંતરાઇ ગામે જે કોન્ટ્રાક્ટર દ્વારા નાળુ બનાવેલ તેજ કોન્ટ્રાક્ટરની ગાડીના વજન થી 30 જ દિવસમાં નાળુ તૂટી જતાં કામગીરીની ગુણવત્તા સામે પ્રશ્નાર્થ ઊભો થયો છે. હાંસોટ તાલુકાના દંતરાઇ ગામે ગામના પ્રારંભે જ આજથી 30 વર્ષ પૂર્વે નાળુ બનાવેલ પણ તેનો વ્યાસ નાનો હોય તંત્ર દ્વારા તેની જગ્યાએ મોટા વ્યાસનું નાળુ બેસાડવા નો નિર્ણય કર્યો.

તાલુકા પંચાયત હાંસોટ દ્વારા આ કામ કોન્ટ્રાક્ટરને સોંપવામાં આવ્યું કોન્ટ્રાક્ટર દ્વારા મોટા વ્યાસનું નાળુ તો બનાવવામાં આવ્યું પણ આ નાળુ તકલાદી હોય પ્રારંભથી જ ગામના લોકોને દહેશત હતી કે આ નાળુ લાંબું ટકવાનુ નથી અને થયું પણ એવુ જ. જે કોન્ટ્રાક્ટર દ્વારા નાળુ બનાવવામાં આવ્યું હતું તેજ કોન્ટ્રાક્ટરની ગાડી આ નાળા ઉપરથી પસાર થતાં 30 દિવસ પૂર્વે જ બનાવેલ આ નાળુ તૂટી ગયું. વાત બહાર જાય તે પહેલાં જ કોન્ટ્રાક્ટરે નાળાને રીપેરીંગ પણ કરી નાખ્યું. આ અંગે તાલુકા વિકાસ અધિકારી કલ્પના નાયરની સાથે ની ટેલીફોનીક વાતચીતમાં તેઓએ જણાવ્યું હતું કે આ બાબતે મને જાણ નથી. હું તપાસ કરી ને કહીશ. આમ ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટના કામમાં બેદરકારી સામે આવી છે ત્યારે કોન્ટ્રાકટર સામે શું પગલાં લેવાય છે એ જોવું રહ્યું

Next Story