Connect Gujarat
ભરૂચ

ભરૂચ : ફેક્ટરી માલિકને કારમાં બેસાડી પોર પાસે રૂ. 15.48 લાખના માલમત્તાની લૂંટ ,આરોપીઓએ હવામાં ફાયરિંગ પણ કર્યું

ભરૂચના ભોલાવની સ્નેહદીપ સોસાયટીમાં રહેતા અપૂર્વ ભરત શાહ હાલ મુંબઈ બોરીવલીમાં રહે છે. તેઓની કાંદીવલીમાં ઓફીસ આવેલી છે.

ભરૂચ : ફેક્ટરી માલિકને કારમાં બેસાડી પોર પાસે રૂ. 15.48 લાખના માલમત્તાની લૂંટ ,આરોપીઓએ હવામાં ફાયરિંગ પણ કર્યું
X

ભરૂચના ભોલાવના અને દહેજ તેમજ સુરતમાં ફેકટરી ધરાવતા મુંબઈના બિઝનેસમેનને વડોદરા સારી ગુણવત્તાનું જીપ્સમ અપાવવાના બહાને વેપારી પરિચિત્તે ભરૂચની નર્મદા ચોકડીથી લઈ જઈ વડોદરાના પોર પાસે હવામાં ફાયરિંગ કરી બંદૂકની અણીએ રૂ. 15.48 લાખની ખંડણી-લૂંટ ચલાવતા ચકચાર મચી જવા પામી છે.

ભરૂચના ભોલાવની સ્નેહદીપ સોસાયટીમાં રહેતા અપૂર્વ ભરત શાહ હાલ મુંબઈ બોરીવલીમાં રહે છે. તેઓની કાંદીવલીમાં ઓફીસ આવેલી છે. દહેજના અલાદરા અને સુરતના બોરસરામાં મહાવીર મિનરલ્સ નામની ફેકટરીઓ છે. જેઓ મરીન અને ફોસ્ફો જીપ્સમમાંથી જીપ્સમ પાઉડર બનાવવાનો વ્યવસાય કરે છે. ધનધાર્થી સંબંધોને લઈ 9 મહિના પહેલા તેમનો પરિચય ભીમસિંગ ઉર્ફે ભીમો સાથે થયો હતો. ગત 11 એપ્રિલે ભીમસિંગે અપૂર્વને સતત ફોન કરી વડોદરામાં સારી ક્વોલિટીનું જીપ્સમ હોવાનું કહેતા અપૂર્વ ભરૂચ પોતાના ઘરે આવી રોકાયા હતા.જ્યાંથી 13 એપ્રિલે નર્મદા ચોકડીથી પોતાની ક્રેટા કારમાં ભીમસિંગ અને તેની સાથે રહેલા અન્ય વ્યક્તિ સાથે વડોદરા જવા સવારે નીકળ્યા હતા. દરમિયાન કરજણ ટોલ ટેક્સ પસાર થયા બાદ ભીમાએ ગાડી હું ચલાવી લવનું કહી પોર તરફ આગળ હંકારી હતી. દરમિયાન હરિયાણા પાસિંગની બોલેરો કારે તેમની ક્રેટાને આંતરી હતી.

પોરથી 5 કિમિ અંદર અવાવરું જગ્યાએ કાર થોભાવી ક્રેટામાં બેસેલી વ્યક્તિએ અપૂર્વને દેશી બંદૂક બતાવી કારની પાછલી સીટમાં બેસી જવા કહ્યું હતું. જે વેળા બોલેરોમાંથી અન્ય 2 લોકો ક્રેટામાં વેપારીની આજુબાજુ બેસી ગયા હતા.વેપારીના પેટ પર બંદૂક મૂકી તેની પાસેથી આરોપીઓએ રૂપિયાની માંગણી શરૂ કરી હતી. હવામાં ફાયરિંગ કરી માર મારી રૂપિયા માંગતા ફેકટરી માલિકે તેઓના પરિચિતોને ભરૂચ, વડોદરા, પાનોલી અને મુંબઈ ફોન કરી રૂ. 11 લાખથી વધુ રોકડ રકમની વ્યવસ્થા મોતના ડરથી કરાવી હતી. બોલેરો કારમાં આ આરોપીઓ રૂપિયા અલગ અલગ સ્થળોથી લઈ આવ્યા હતા.મોબાઇલમાંથી ફેકટરી માલિકના ફોટા લઈ ઘટના અંગે પોલીસ ફરિયાદ કરી તો આખા પરિવારને મારી નાખવાની ધમકી આપી વેપારીને તેની જ કારમાં બાંધી દેવામાં આવ્યો હતો. વધુમાં વેપારીએ પહેરેલી ડાયમંડની વીંટી, સોનાની ચેઇન, રોકડા 5 હજાર, ડેબિટ કાર્ડ, પર્સ લઈ આરોપીઓ ફરાર થઇ એટીએમ માંથી પણ ડેબિટ કાર્ડ વડે રૂપિયા 72 હજાર ઉપાડી લીધા હતા. 16 કલાક સુધી પોતાની કારમાં જ ફેકટરી માલિક બંધક રહ્યા બાદ શુક્રવારે રાતે ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકે ભીમસીંગ સહિત અન્ય 5 આરોપી સામે રૂ. 15.48 લાખની ખંડણી અને લૂંટની ફરિયાદ નોંધાવી હતી.

Next Story