Connect Gujarat
ભરૂચ

ભરૂચ : વાગરામાં ધી મુસ્લિમ મેરેજ બ્યુરો એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાયું...

ભરૂચ જિલ્લાના વાગરા ખાતે ધી મુસ્લિમ મેરેજ બ્યુરો એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા સર્વધર્મ સર્વ જ્ઞાતિના યુવક-યુવતીઓનો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો.

ભરૂચ : વાગરામાં ધી મુસ્લિમ મેરેજ બ્યુરો એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાયું...
X

ભરૂચ જિલ્લાના વાગરા ખાતે ધી મુસ્લિમ મેરેજ બ્યુરો એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા સર્વધર્મ સર્વ જ્ઞાતિના યુવક-યુવતીઓનો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. આયોજિત સમૂહ લગ્નોત્સવ સમારોહમાં 25 જેટલા મુસ્લિમ તેમજ હિન્દુ સમાજના યુગલોએ જ્યારે પોતાના લગ્ન સંસારમાં ડગ માંડ્યા છે, ત્યારે કોમી એકતાનો દિપ પ્રજવલ્લિત થઈ ઉઠ્યો હતો. સાથે સાથે સાંપ્રત સમયમાં માનવતાના શત્રુઓને આ સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ દ્વારા એક અનુપમ સંદેશ પણ આપ્યો હતો.

ભારત જેવા બિનસાંપ્રદાયીક દેશમાં ગરીબી એ સૌથી મોટો ધર્મ છે. અને આ ધર્મના લોકો બે ટંકના જમવા માટે પણ જઝૂમતા હોય છે. આવા ગરીબ પરિવારોના દીકરા-દીકરીઓના ઘર સંસાર માંડવાના સપનાઓ પરિપૂર્ણ થતાં નથી. દરેક વર્ગના ગરીબો માટે પોતાના સંતાનોના લગ્ન કરાવવા કઠિન હોય છે. નાણાં અને સંશાધનથી લાચાર દરેક ધર્મના ગરીબો સંતાનોના લગ્ન કરાવી શકતા નથી. પરંતુ કહેવાય છે, જેનું કોઈ નથી તેનો ઈશ્વર છે. આ જ સૂત્રને સાર્થક સાબિત કરે છે, માનવતા... જીવનનો બીજો તબક્કો એટ્લે ઘર સંસાર... ભારત ભરમાં સેવારૂપી સંસ્થાઓ દ્વારા સેવાકીય કાર્ય કરવામાં આવતા હોય છે. ભૂખ્યાને ભોજન, ભટકતાને આશરો અને ગરીબ પરિવારોના લગ્ન કરાવી આપતી અનેક સંસ્થાઓ કાર્યરત છે. આજ પંક્તિમાં વસ્તી ખંડાલી ગામનું ધી મુસ્લિમ મેરેજ બ્યુરો એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ છે. જે વર્ષોથી ગરીબ પરિવારોના લગ્ન સંસારનું માધ્યમ બને છે. ધાર્મિક એકતાના માહોલમાં સમૂહ લગ્ન મહોત્સવની આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં હિન્દુ-મુસ્લિમ કોમના ગરીબ પરિવારોના 25 યુગલોએ ઘર સંસાર માંડ્યા હતા. વાગરા તાલુકાના વસ્તી ખંડાલી ગામના ઇસ્માઇલ હાફેજી દ્વારા દર વર્ષે સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવે છે. ઈસ્માઈલ હાફેજીનું અદમ્ય સાહસ ગરીબો માટે ખુશીનું કારણ બને છે. દાતાઓના દાનથી ગરીબોના જીવનમાં યોગદાન આપે છે. સમૂહ લગ્નમાં એક સ્ટેજ પર દરેક ધર્મના યુગલોએ સાંસારિક જીવનના પ્રારંભનો દસ્તાવેજ પઢી દુનિયા માટે મિસાલ કાયમ કરી હતી. સાંપ્રત સમયમાં દેવાઓના બોજ તળે પ્રસંગો ઊજવતાં લોકો માટે સમૂહ શાદી પ્રેરણા રૂપ છે. આ લગ્નોત્સવમાં ઘર સંસાર માંડી રહેલા જોડાઓને કરિયાવરમાં ભેટ સ્વરૂપે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ આપવામાં આવી હતી. કન્યાદાન વેળા કન્યાઓના પરિવારોની આંખો ભીની થતાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. હિન્દુ-મુસ્લિમ દરેક સમુદાયના લોકોએ આ કાર્યને બિરદાવી ધાર્મિક એકતાની પ્રશંસા કરી હતી. આ પ્રસંગે મૌલાના સુલેમાન વલી દરબાર U.K વાળા, હાજી અબ્દુલ ઘંટીવાળા દશાનવાળા, મોહસીનભાઈ કરમાડવાળા, સાજીદ ઈસ્માઈલ કરમાલીવાળા, હાજી હાફેજી ઈસ્માઈલ, હાજી સુલેમાન ડોબા, ફૈઝલ પટેલ, મૌલાના આરીફ આકુબત, હાજી સિદ્દીક ઉર્ફે બાવા ખલોલ સહિત વાગરા તાલુકા પંચાયતના ઉપ પ્રમુખ ઇમરાન ભટ્ટી સહિતના મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહી ખાસ દુઆઓ સાથે સમારોહનું સમાપન કરવામાં આવ્યું હતું.

Next Story