Connect Gujarat
ભરૂચ

ભરૂચ : ઝઘડીયા-ખાખરીપુરા શાળાના આચાર્યને ગુરુ ચાણક્ય એવોર્ડથી સન્માનીત કરાયા...

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ખાખરીપુરા શાળાના આચાર્ય નસીમબાનું ખોખરને હરિદ્રાર ખાતે ગુરુ ચાણક્ય એવોર્ડ એનાયત કરી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.

ભરૂચ : ઝઘડીયા-ખાખરીપુરા શાળાના આચાર્યને ગુરુ ચાણક્ય એવોર્ડથી સન્માનીત કરાયા...
X

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ખાખરીપુરા શાળાના આચાર્ય નસીમબાનું ખોખરને હરિદ્રાર ખાતે ગુરુ ચાણક્ય એવોર્ડ એનાયત કરી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. શિક્ષણની સાથે સાથે અન્ય નવતર પ્રવૃત્તિ કરનારા કેટલાક શિક્ષકોનું હરદ્રાર (રૂડકી) ખાતે સન્માન કરવામાં આવ્યું હતું.

રૂડકી-હરદ્વાર ખાતે યોજાયેલ અખિલ ભારતીય શૈક્ષણિક પરામર્શ અને શિક્ષક સન્માન સમારોહમાં ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ખાખરીપુરા પ્રાથમિક શાળાના આચાર્ય નસીમબાનું ખોખરનું સન્માન કરવામાં આવ્યુ હતું. નસીમબાનું ખોખરે શાળા કક્ષાએ કરેલ વિવિધ નવતર પ્રયોગો તેમજ શાળાકીય વિકાસને ધ્યાને લઇને તેમની ગુરુ ચાણકય એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી હતી, ત્યારે સન્માન સમારોહના કાર્યક્રમમાં અનેક શિક્ષણ તજજ્ઞો સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગુરુ ચાણકય એવોર્ડથી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સન્માન સમારોહમાં દેશના 18 રાજ્યોના કુલ 85 જેટલા શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, ખાખરીપુરા શાળાના આચાર્ય નશીમબાનુ ખોખરનું ગુજરાત બહાર અન્ય કેટલીક સંસ્થાઓ દ્વારા પણ સન્માન કરવામાં આવ્યુ છે, ત્યારે ગુરુ ચાણકય એવોર્ડથી સન્માન કરતાં શુભેચ્છા પાઠવવા બદલ તેઓએ સૌકોઈનો આભાર વ્યક્ત કર્યો હતો.

Next Story