Connect Gujarat
ભરૂચ

ભરૂચ : રાષ્ટ્રીય કક્ષાના કલા ઉત્સવમાં ઍમિટી શાળાના વિધાર્થીની પસંદગી, જિલ્લા શિક્ષણાધિકારીએ પાઠવી શુભેચ્છા...

ભરૂચ : રાષ્ટ્રીય કક્ષાના કલા ઉત્સવમાં ઍમિટી શાળાના વિધાર્થીની પસંદગી, જિલ્લા શિક્ષણાધિકારીએ પાઠવી શુભેચ્છા...
X

દેશના બાળકોમાં રહેલી કલા વિષયક સુષુપ્ત શકિતઓને જાગૃત કરવા તથા બાળકોને પ્રોત્સાહન મળે તે હેતુથી દર વર્ષે એન.સી.ઈ.આર.ટી. દ્વારા કલા ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. જેમાં ઍમિટી શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ઉત્સાહપૂર્વક ભાગ લઈ રાજય કક્ષા સુધી ભરૂચ જિલ્લાનું પ્રતિનિધિત્વ કર્યું છે, ત્યારે સમગ્ર ભરૂચ જિલ્લા માટે ગૌરવ અપાવે તેમ ઍમિટી શાળાના ધોરણ-૧૦ (ગુજરાતી માધ્યમ)ના વિદ્યાર્થી વશિષ્ઠ દેવેશ દવેએ કલા મહોત્સવમાં 'વાધસંગીત-કલાસીકલ' સ્પર્ધામાં રાજ્ય કક્ષાએ પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. વશિષ્ઠ દવે ગુજરાત રાજયનું રાષ્ટ્રીય કક્ષાએ આગામી તા. ૦૩/૦૧/૨૦૨૨ના રોજ પ્રતિનિધિત્વ કરશે.

વશિષ્ઠ દવે રાષ્ટ્રીય કક્ષાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરે અને સમગ્ર દેશમાં ગુજરાત રાજ્ય અને ભરૂચ જિલ્લાનું ગૌરવ વધારે તે હેતુથી એમિટી શાળા ખાતે જિલ્લા શિક્ષણાધિકારી એન. એમ. મહેતાની અધ્યક્ષતામાં શુભેચ્છા સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા શિક્ષણાધિકારીએ વશિષ્ઠ દવેનું ઍમિટી શાળા પરિવાર વતી સન્માન કરી ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે વશિષ્ઠ દવેના માતા–પિતા પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતના સુપ્રસિદ્ધ કલાસાધક અને વશિષ્ઠ દવેના પિતા દેવેશ દવેએ પોતાના દીકરાની સંગીતયાત્રા ઉપસ્થિત સર્વેને જણાવી હતી. આ કાર્યક્રમમાં શાળાના મુખ્ય ટ્રસ્ટી પ્રમેશ મહેતા, આચાર્ય પ્રકાશ મહેતા, શાળાના વિવિધ વિભાગના વડાઓ, શિક્ષકગણ સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story