Connect Gujarat
ભરૂચ

ભરૂચ : મકતમપુર પાસે ગટરમાં ટ્રક ફસાય, માટીપુરાણ બરાબર ન કરાતાં લોકોમાં આક્રોશ

ભરૂચમાં મંગળવારે રાત્રે ખાબકેલા મુશળધાર વરસાદે તંત્રની પોલ ખોલી નાંખી છે.

X

ભરૂચમાં મંગળવારે રાત્રે ખાબકેલા મુશળધાર વરસાદે તંત્રની પોલ ખોલી નાંખી છે. શહેરના મકતમપુર વિસ્તારમાં ગટરલાઇન માટે ખોદકામ બાદ માટી પુરાણ બરાબર નહિ કરવામાં આવતાં રસ્તો ભયજનક બની ગયો છે.....

ભરૂચ શહેરના વોર્ડ નંબર 6 માં આવેલાં મુખ્ય રસ્તા ઉપર ગટર માટે પાઇપો નાખવા માટે ખોદકામ કરાયું હતું. ખોદકામ બાદ માટી પુરાણ બરાબર કરવામાં નહિ આવ્યું હોવાની પોલ વરસાદે ખોલી નાંખી છે. મંગળવારની રાત્રિએ ખાબકેલા મુશળધાર વરસાદમાં રસ્તા પરની માટી બેસી ગઇ હતી. આ માર્ગ પરથી પસાર થતી ટ્રક પર ગટરમાં ફસાઇ ગઇ હતી. આ વિસ્તારમાં જિલ્લા પંચાયતના ઉચ્ચ અધિકારીઓ રહેતાં હોવા છતાં માટીકામ બરાબર થયું છે કે નહિ તે જોવાની કોઇએ તસ્દી લીધી ન હોય તેમ લાગી રહયું છે. મકતમપુર વિસ્તારમાં આવેલી જિલ્લા પંચાયત કોલોની પાસે જ રસ્તો બેસી ગયો છે. આખા મકતમપુર વિસ્તારમાં તકલાદી રસ્તાઓના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠયાં છે. આ રસ્તો ભયજનક બની ગયો હોવાથી મોટી જાનહાનિ થવાનો ભય રહેલો છે.

Next Story