Connect Gujarat
ભરૂચ

ભરૂચ: PM મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ઉત્કર્ષ સમારોહનું આયોજન, મોદીએ લાભાર્થીઓ સાથે કરી વાતચીત

આજરોજ પી.એમ.નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ઉત્કર્ષ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પી.એમ.મોદીએ લાભાર્થીઓ સાથે વાતચીત કરી હતી

X

ભરૂચમાં આજરોજ પી.એમ.નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ઉત્કર્ષ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પી.એમ.મોદીએ લાભાર્થીઓ સાથે વાતચીત કરી હતી

ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર અને અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશનના ઉપક્રમે આજરોજ ભરૂચની દુધધારા ડેરીના ગ્રાઉન્ડમાં ઉત્કર્ષ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી જોડાયા હતા. આ પ્રસંગે સી.એમ.ભુપેન્દ્ર પટેલ, ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, કેબિનેટ મંત્રી પૂર્ણશ મોદી, મહિલા અને બાળ કલ્યાણ મંત્રી મનીષા વકીલ, મંત્રી પ્રદીપ પરમાર,સાંસદ મનસુખ વસાવા, ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલ, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા, અંકલેશ્વરના ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલ,કલેકટર ડો.તુષાર સુમેરા , અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ રમેશ ગાબાણી સહિત અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શરૂ કરવામાં આવેલી ઉત્કર્ષ પહેલ અંતર્ગત રાજ્ય સરકારની ગંગા સ્વરૂપા બહેનોને નાણાંકીય સહાય યોજના, રાષ્ટ્રીય વૃદ્ધ સહાય યોજના, નિરાધાર વૃદ્ધ નાણાંકીય સહાય યોજના અને રાષ્ટ્રીય પરિવાર સહાય યોજનાના સો ટકા લાભાર્થીઓને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું.પી.એમ.નરેન્દ્ર મોદીએ આ પ્રસંગે 3 લાભાર્થીઓ સાથે વાતચીત કરી હતી અને તેઓના પ્રતિભાવો જાણ્યા હતા.ભરૂચ જિલ્લા વહીવટી તંત્રની ઉત્કર્ષ પહેલ હેઠળ ચાર સહાય યોજનામાં દેશમાં સર્વ પ્રથમ વખત સો ટકા લાભાર્થીઓને આવરી લેવામાં આવ્યા છે. આ પ્રસંગે સી.એમ.ભુપેન્દ્ર પટેલે જણાવ્યુ હતુ કે ઘરે બેઠી ગંગા આવી એ કહેવતને ભરૂચે સાર્થક કરી છે અને 100 ટકા લાભાર્થીઓને લાભ આપી દેશને નવી દિશા ચીંધી છે.ભરૂચ જિલ્લા વહીવટી તંત્રએ ઘરે ઘરે પહોંચી લાભાર્થીઓને શોધ્યા છે અને લાભ આપી માનવતાપૂર્વક કાર્ય કર્યું છે.

પી.એમ.નરેન્દ્ર મોદીએ આ પ્રસંગે સંબોધન કરતા જણાવ્યું હતું કે સરકારની યોજનાઓ તો ઘણી બને છે પરંતુ યોજનાઓનો લાભ છેવાડા માનવી સુધી પહોંચે એવો અમારો પ્રયાસ છે. લાભાર્થી મહિલાઓ દ્વારા રાખડી ભેટ આપવાના મુદ્દે તેઓએ જણાવ્યું હતું કે આવી જ મહિલાઓના આશીર્વાદ થકી હું સુરક્ષિત છું. સાથે જ તેઓએ જણાવ્યું હતું કે ગરીબોની ગરીમા જાળવવા વાળી આ સરકાર છે.પી.એમ.નરેન્દ્ર મોદીએ આ પ્રસંગે ભરૂચ સાથેના જુના સંસ્મરણો પણ વાગોળ્યા હતા અને તેઓએ ભરૂચમ વિતાવેલી પળો ને યાદ કરી હતી

સમગ્ર કાર્યક્રમ અંગે રાજ્યના કેબિનેટ મંત્રી પુણેશ મોદીએ માહિતી આપતા જણાવ્યું હતું કે અંત્યોદયથી સર્વોદયના સૂત્રને સાર્થક કરવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર કાર્યરત છે અને તેના થકી ગરીબોને લાભ આપવામાં આવી રહ્યા છે

Next Story