Connect Gujarat
ભરૂચ

ભરૂચ: ઝઘડિયાના ઉટીયા ગામની સીમમાં આવેલા RMC પ્લાન્ટમાં તોડફોડ,પોલીસ ફરિયાદ નોંધાઈ

કીમતી મશીનરી અને સાધનોની તોડફોડ કરી ૪૦ થી ૫૦ લાખનું નુકસાન કર્યું

ભરૂચ: ઝઘડિયાના ઉટીયા ગામની સીમમાં આવેલા RMC પ્લાન્ટમાં તોડફોડ,પોલીસ ફરિયાદ નોંધાઈ
X

ઝઘડીયાના ઉટીયા ગામની સીમમાં આવેલા RMC પ્લાન્ટમાં મશીનરી અને સાધનોની તોડફોડ કરી લાખોની મતાનું નુકસાન પહોંચાડાયું હોવાની ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસ ફરિયાદ અનુસાર ઝઘડિયા તાલુકાના ઉટીયા ગામની સીમમાં દિનેશ ઉર્ફે ટીનો રવજી ઈશ્વર વસાવા તથા તેઓના ભાગીદારનો RMC પ્લાન્ટ કાર્યરત થવા જઈ રહ્યો છે. જેમાં અંકલેશ્વરના જયમીન પટેલે ધંધાકીય રીસ રાખી જયમીન પટેલ સહિત ૧૭ જેટલા ઈસમોએ હિટાચી મશીન વડે દિનેશના RMC પ્લાન્ટ નાખવા માટેના કીમતી મશીનરી અને સાધનોની તોડફોડ કરી ૪૦ થી ૫૦ લાખનું નુકસાન કર્યું હતું અને ફરિયાદી દીનેશનો આક્ષેપ છે કે જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી. જે સંદર્ભે દિનેશ વસાવાએ જયમીન પટેલ સહિત ૧૭ જેટલા ઇસમો વિરૂધ્ધ ઝઘડિયા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પોલીસે એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Next Story