Connect Gujarat
ભરૂચ

ભરૂચ: નંદેલાવ ગામે રૂા.૫૧૮.૬૭ લાખના પાણી પુરવઠા વિભાગના વિવિધ કાર્યોનું ખાતમુર્હુત કરાયુ

ભરૂચ: નંદેલાવ ગામે રૂા.૫૧૮.૬૭ લાખના પાણી પુરવઠા વિભાગના વિવિધ કાર્યોનું ખાતમુર્હુત કરાયુ
X

ભરૂચના ધારાસભ્ય અને નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઇ પટેલના વરદ હસ્તે ભરૂચ તાલુકાના નંદેલાવ ગામની રૂા.૫૧૮.૬૭ લાખના "નલ સે જલ"ની પાણી પુરવઠા યોજનાનો ભૂમિપૂજનનો કાર્યક્રમ નંદેલાવ ખાતે યોજાયો હતો.આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઇ પટેલે પ્રાસંગિક ઉદ્દબોધન કરતા જણાવ્યું હતું કે, લોકોને અપુરતા પાણી, ક્ષારયુક્ત પાણી અને અનિયમિત પાણીની વિવિધ સમસ્યાઓમાંથી મુક્તી મળે તે માટે રાજ્ય સરકાર કટીબધ્ધ છે, રાજ્ય સરકાર દ્વારા નંદેલાવ ગામના લોકોને કોઈ પણ રીતે પાણીની તકલીફ ન પડે તે માટે નલ સે જલની યોજના દ્વારા રૂા.૫૧૮.૬૭ લાખના ખર્ચે ૩૨૬૪ ઘરોને આ યોજના હેઠળ લાભ મળશે. આ યોજના પુર્ણ થયે ભરૂચ તાલુકાના નંદેલાવ ગામે લોકભાગીદારીના નલ સે જલ કાર્યક્રમ અંતર્ગત પાણી પુરવઠા યોજના હેઠળ કુલ ૨૪૮૫૦ થી વધુ વસ્તીને આ યોજનાનો લાભ મળશે॰ આ પ્રસંગે ધારાસભ્ય દુષ્યંતભાઇ પટેલની નાયબ મુખ્ય દંડક તરીકે વરણી થતાં નંદેલાવ ગ્રામજનો ધ્વારા શાલ ઓઢાડી - સન્માનપત્ર આપી સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે,જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી તાલુકા પંચાયતના પ્રમુખ કોમલબેન, જિલ્લા- તાલુકા પંચાયતના સભ્યો, આગેવાન પદાધિકારીઓ, વાસ્મોના અધિકારીગણ, નંદેલાવ ગ્રામ પંચાયતના સદસ્યો, ગામ આગેવાનો, ગ્રામજનો ઉપસ્થિત રહયા હતા.

Next Story