Connect Gujarat
ભરૂચ

ભરૂચ : રેડ ક્રોસ બ્લડ બેન્ક ખાતે સહયોગી સંસ્થાઓ દ્વારા સ્વૈચ્છીક રક્તદાન શિબિર યોજાય

સેવાશ્રામ રોડ ખાતે આવેલ રેડ ક્રોસ બ્લડ બેન્ક ખાતે સંકલ્પ ફાઉન્ડેશન અને વિવિધ સહયોગી સંસ્થાઓ દ્વારા સ્વૈચ્છીક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચ : રેડ ક્રોસ બ્લડ બેન્ક ખાતે સહયોગી સંસ્થાઓ દ્વારા સ્વૈચ્છીક રક્તદાન શિબિર યોજાય
X

ભરૂચ શહેરના સેવાશ્રામ રોડ ખાતે આવેલ રેડ ક્રોસ બ્લડ બેન્ક ખાતે સંકલ્પ ફાઉન્ડેશન અને વિવિધ સહયોગી સંસ્થાઓ દ્વારા સ્વૈચ્છીક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

સંકલ્પ ફાઉન્ડેશન અને વિવિધ સહયોગી સંસ્થાઓ દ્વારા રેડ ક્રોસ બ્લડ બેન્ક ખાતે સ્વૈચ્છીક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ, જૈન સોશિયલ ગ્રુપ તેમજ ઇનરવ્હીલ ક્લબ ઓફ ભરૂચના સંયુક્ત પ્રયાસરૂપે રેડ ક્રોસ બ્લડ બેન્ક ખાતે યોજાયેલ રક્તદાન શિબિરમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓ ઉપસ્થિત રહી રક્તદાન કર્યું હતું. સમાજ પ્રત્યેની પોતાની ફરજ અદા કરવા 50થી વધુ રક્તદાતાએ ઉત્સાહભેર રક્તદાન કરી 50 યુનિટ એકત્રિત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 101 વર્ષીય પુષ્પા પટેલે સવિશેષ હાજરી આપી દાતાઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. આ સાથે જ આયોજક સંસ્થા દ્વારા તમામ રક્તદાતાઓને સર્ટિફિકેટ અને ગીફ્ટ આપી સમાજ પ્રત્યેની તેમની ફરજને બિરદાવવામાં આવી હતી.

Next Story