Connect Gujarat
ભરૂચ

ભરૂચ : વાગરા પોલીસે સાયખાંની કંપનીમાંથી રૂ. 1.75 લાખના સરસામાનની થયેલી ચોરીનો ભેદ ઉકેલ્યો

કંપનીના કમ્પાઉન્ડમાંથી એસ.એસ.ના ૧૦ પાંખીયા કિંમત રૂપિયા ૧,૭૫૦૦૦/-ની ચોરી થવા પામી હતી.

ભરૂચ : વાગરા પોલીસે સાયખાંની કંપનીમાંથી રૂ. 1.75 લાખના સરસામાનની થયેલી ચોરીનો ભેદ ઉકેલ્યો
X

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના સાયખાં કેમિકલ ઝોનમાં આવેલ એક કંપનીમાં રૂ. 1.75 લાખ ની ચોરી થવા પામી હતી. આ અંગે વાગરા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા ગણતરીના કલાકોમાં જ પોલીસે મુદ્દામાલ સહિત એક ઈસમની અટકાયત કરી હતી, જ્યારે અન્ય એક આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.

મળતી માહિતી અનુસાર, વાગરા તાલુકાના સાયખાં કેમિકલ ઝોનમાં આવેલ ભાવિન ઇન્ટરમીડિયેટ પ્રાઇવેટ લી. કંપનીના કમ્પાઉન્ડમાંથી એસ.એસ.ના ૧૦ પાંખીયા કિંમત રૂપિયા ૧,૭૫૦૦૦/-ની ચોરી થવા પામી હતી. જે અંગે વાગરા પોલીસ મથકે 2 દિવસ પહેલા કંપની સત્તાધીશોએ ચોરીની ફરિયાદ નોંધાવી હતી. સાયખાં GIDC વિસ્તારમાં આવેલ કંપનીમાં ચોરી થતા વાગરા પોલીસ શર્તક બની હતી. વાગરા પોલીસ સબ ઇન્સ્પેકટર વી.એ.રાણા અને તેમની ટીમ ચોરીનો ભેદ ઉકેલવા તરફ કામે લાગી હતી.

આ દરમિયાન આ.પો.કો. શેતાનસિંહ અને આ.હે.કો ભોપાભાઈને હ્યુમન ઇન્ટેલિજન્સ મારફતે ચોક્કસ બાતમીના આધારે આરોપીના મકાનની બાજુમાં આવેલ ઝાડીમાંથી સંતાડેલ એસ.એસ.ના પાંખીયા 10 નંગના મુદ્દામાલ સાથે ભેરુલાલ ગુર્જરની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જ્યારે અન્ય આરોપી સુરેન્દ્રર યાદવને પોલીસે વોન્ટેડ જાહેર કરી તેને પણ ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

Next Story