અંકલેશ્વરમાં બનશે કોરોના વેક્સિન, કેન્દ્રિય આરોગ્ય પ્રધાને ટ્વિટ કરી આપી માહિતી

ગુજરાતના અંકલેશ્વરમાં ભારત બાયોટેક કંપનીને વેક્સિન ઉત્પાદન માટે ભારત સરકારે મંજુરી આપી છે. કેન્દ્રિય આરોગ્ય પ્રઘાન મનસુખ માંડવિયાએ મંગળવારે સવારે ટ્વીટ કરીને જણાવ્યું હતુકે, ગુજરાતમાં કોવેક્સિન બનાવવાની ઉત્પાદન ફેસેલીટીને ભારત સરકારે મંજુરી આપી છે. આમ હવે અંકલેશ્વરમાં પણ ભારત બાયોટેકની કોવેક્સિનનુ ઉત્પાદન શરુ થશે.
કેડિલા ઝાયડસ કંપની હાલમાં જ સૌથી વધુ અછત ઊભી થયેલ રેમડેસિવિર ઇન્જેક્શનનું રો મટીરિયલ પણ અંકલેશ્વરમાં તૈયાર થાય છે. આ ઉપરાંત ગ્લેનમાર્ક કંપની પણ કોરોનામાં ઉપયોગી દવાનું ઉત્પાદન કરે છે. હવે અંકલેશ્વરમાં ચિરોન બેહરિંગ વેક્સિન પ્રાઇવેટ લિમિટેડ પણ જોડાય છે અને ટૂંકમાં કોવેક્સિન વેક્સિનનું ઉત્પાદન કરશે. ભારત બાયોટેકના કો-ફાઉન્ડર અને જેએમડી સૂચિત્રા એલ્લાએ ટ્વીટ દ્વારા જાણકારી આપી હતી કે અંકલેશ્વરસ્થિત કંપનીની સબસિડરી ચિરોન બેહરિંગ વેક્સિનમાં ઉત્પાદન શરૂ કરશે. ટૂંક સમયમાં કંપનીની બે લાઈનમાં પ્રોડક્શનની પ્રક્રિયા પણ શરૂ થઇ જશે.હાલમાં હૈદરાબાદ અને બેંગલુરુમાં મોટે પાયે વેક્સિનનું ઉત્પાદન કરાઈ રહ્યું છે.
Govt of India approves vaccine manufacturing facility for production of @BharatBiotech's #Covaxin in Ankleshwar, Gujarat.
— Mansukh Mandaviya (@mansukhmandviya) August 10, 2021
Following PM @NarendraModi ji's vision of #SabkoVaccineMuftVaccine, this will increase vaccine availability & accelerate the world's largest vaccine drive.
દેશમાં વેક્સિનની મોટી માંગના કારણે હવે અંકલેશ્વરમાં પણ વેક્સિનનું ઉત્પાદન શરૂ કરશે. અંકલેશ્વરસ્થિત સબસિડરી ચિરોન બેહરિંગ વેક્સિન ની વાર્ષિક 200 મિલિયન ડોઝ ઉત્પાદનક્ષમતા છે. યુનિટ એન્ટીરેબિઝની વેક્સિનના ઉત્પાદનને અટકાવી કોરોના વેક્સિનનું ઉત્પાદન શરૂ કરશે.
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMTઆણંદ : ખંભાતમાં રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારો, જૂથ અથડામણમાં 1...
10 April 2022 3:17 PM GMTઅંકલેશ્વર:સાયોના કેર કંપનીમાંથી ગુમ યુવાનનો મૃતદેહ 7 દિવસે વિકૃત...
7 April 2022 11:46 AM GMT
રાજ્યમાં આજે કોરોનાના 28 નવા કેસ નોધાયા, 37 દર્દીઑ થયા સાજા
17 May 2022 4:01 PM GMTભરૂચ: ગાંધીના ગુજરાતમાં જંબુસરના આ ગામમાં દારૂના કારણે 100થી વધુ...
17 May 2022 2:23 PM GMTવડોદરા : ફતેપુરા વિસ્તારમાં સરકારી બાબુઓની બાય બાય ચારણીથી કંટાળી...
17 May 2022 2:18 PM GMTભરૂચ: દહેજની જી.એ.સી.એલ કંપનીમાંથી પેલેડીયમ કેટાલિસ્ટ પાઉડર ચોરીનો...
17 May 2022 1:07 PM GMTભરૂચ :દહેજની ભારત રસાયણ કંપનીના બોઇલરમાં બ્લાસ્ટથી ભીષણ આગ ફાટી નીકળી
17 May 2022 12:15 PM GMT