નવા બ્રિજ પર પહેલો અકસ્માત, નર્મદા મૈયા બ્રીજ ઉપર અકસ્માત સર્જાતા બાઇક ચાલકને ઇજા

New Update

ભરૂચ તથા અંકલેશ્વર શહેરને જોડતા નર્મદા મૈયા બ્રીજ ઉપર શુક્રવારની સવારે બાઇક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, ત્યારે ઇજાગ્રસ્ત બાઇક ચાલકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

ભરૂચ તથા અંકલેશ્વર શહેરને જોડતા અને નર્મદા નદી ઉપર નર્મદા મૈયા બ્રિજનું નિર્માણ થયા બાદ બન્ને શહેર વચ્ચે જાણે અંતર ઘટી ગયું છે. જોકે, આ બ્રિજનું નિર્માણ થયા બાદ લોકોને મોટી રાહત પણ મળે છે. તો સાથે જ અકસ્માતોનો દોર પણ શરૂ થઈ ગયો છે. શુક્રવારના રોજ અંકલેશ્વર-ભરૂચ વચ્ચે બનેલ નર્મદા મૈયા બ્રિજ પર ફોર વ્હીલ કાર અને ટુ-વ્હીલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.

જોકે, બ્રિજના નિર્માણ અને લોકાર્પણ બાદ આ પહેલો અકસ્માત સર્જાયો છે, ત્યારે અકસ્માતના પગલે બાઈક ચાલકને પગના ભાગી ઇજા પહોચી હતી. બનાવની જાણ થતાં જ 108ની મદદથી ઇજાગ્રસ્ત બાઇક ચાલકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

Latest Stories