Connect Gujarat
ભરૂચ

ભરૂચ: ઇલાવ ગામમાં સતત બીજા વર્ષે પણ IPLનું આયોજન,પૂર્વમંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે ઉદ્ઘાટન

ઇલાવ પ્રીમીયર લીગની બીજી સિઝનનું પૂર્વ મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

ભરૂચ: ઇલાવ ગામમાં સતત બીજા વર્ષે પણ IPLનું આયોજન,પૂર્વમંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે ઉદ્ઘાટન
X

ભરૂચના હાંસોટ તાલુકાનાં છેવાડાના ઇલાવ ગામે IPLનું આયોજન કરવામાં આવે છે. ગામના યુવાનોમાં ખેલ ભાવના જાગે એ હેતુથી ક્રિકેટ ટુર્નામેન્ટ શરૂ કરવામાં આવી છે જેમાં ગામના જ યુવાનોની 12 ટીમો ભાગ લઈ રહી છે આજરોજ ઇલાવ પ્રીમીયર લીગની બીજી સિઝનનું પૂર્વ મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.


ઇલાવ ગામના યુવાનો મોબાઈલની દુનિયામાંથી બહાર આવે અને પી.એમ.નરેન્દ્ર મોદીનું ફિટ ઈન્ડિયાનું સ્વપ્ન સાકાર થાય એ હેતુથી ગામમાં ઇલાવ પ્રીમીયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે ગત વર્ષે ટુર્નામેન્ટને મળેલી સફળતા બાદ સતત બીજા વર્ષે પણ આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે જેનું પૂર્વ મંત્રી અને ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અંકલેશ્વર તાલુકા પંચાયત પ્રમુખ અનિલ પટેલ,હાંસોટ તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ જે.ડી.પટેલ તેમજ આગમ્ના આગેવાનો અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. ટુર્નામેન્ટમાં ગામના જ યુવાનોની 12 ટીમ ભાગ લઈ રહી છે. IPLની જેમ જ ગામના જ આગેવાનો દ્વારા 12 ટીમોને સ્પોન્સર્સ કરવામાં આવી છે

Next Story