Connect Gujarat
ભરૂચ

ભરૂચમાં બુટલેગરો બેફામ બન્યા; રેડ પાડનાર ક્રાઇમ બ્રાન્ચની ટીમ પર કર્યો હુમલો

ભરૂચના ભોલાવ ઉદ્યોગ નગર વિસ્તારમાં રેડ પાડવા ગયેલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પર બુટલેગરોએ કર્યો હુમલો,

ભરૂચમાં બુટલેગરો બેફામ બન્યા; રેડ પાડનાર ક્રાઇમ બ્રાન્ચની ટીમ પર કર્યો હુમલો
X

ભરૂચના ભોલાવ ઉદ્યોગ નગર વિસ્તારમાં રેડ પાડવા ગયેલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પર બુટલેગરોએ કર્યો હુમલો, ઘટનામાં એક પોલીસકર્મી ઇજાગ્રસ્ત થયા છે.

રાજ્યમાં દારૂબંધી હોવા છતાં પણ બુટલેગરો બેફામ તેનો વેપલો કરતા જોવા મળે છે. ભરૂચના ભોલાવ ઉદ્યોગ નગર વિસ્તારમાં પણ આવી જ ઘટના સામે આવી છે. અહીં દારૂના વેચાણની પોલીસને બાતમી મળતાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ રેડ પાડવા પહોંચી હતી પરંતુ બેફામ બનેલા બુટલેગરોએ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ કર્મી પર જ સામે હુમલો કરી દીધો. બુટલેગરના હુમલામાં એક પોલીસ કર્મી ઇજાગ્રસ્ત થયો છે. આ ઘટનાના પગલે પોલીસે બુટલેગરો સામે ફરિયાદ નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

Next Story