Connect Gujarat
ભરૂચ

ભરૂચના ઝગડિયામાંથી સૌપ્રથમવાર લંડન ખાતે મોકલવામાં આવ્યો કમલમ (ડ્રેગન) ફ્રૂટનો જથ્થો

ભરૂચના ઝગડિયામાંથી સૌપ્રથમવાર લંડન ખાતે મોકલવામાં આવ્યો કમલમ (ડ્રેગન) ફ્રૂટનો જથ્થો
X

ભરૂચ જિલ્લાના ઝગડિયા તાલુકામાં આવેલ એ.બી.એન.એન. ફ્રેસ એક્સપોના પેક હાઉસથી કમલમ (ડ્રેગન) ફ્રૂટનો જથ્થો લંડન ખાતે રવાના કરવામાં આવ્યો. ઝગડિયાથી આ જથ્થો ટ્રક મારફતે અમદાવાદ એરપોર્ટ મોકલવામાં આવ્યો હતો. અને બાદ અમદાવાદથી હવાર માર્ગ મારફતે લંડન અને બેહરીન નિકાસ કરવામાં આવ્યો હતો.

ગુજરાત સરકાર દ્વારા કમલમને લઈને ઘણી યોજનાઓ આ વર્ષે જાહેર કરવામાં આવી છે. જેના લીધે ગુજરાત વિસ્તાર અને ઉત્પાદનની દ્રષ્ટિએ ભારતમાં પ્રમુખ સ્થાન ધરાવે છે. ધીરે ધીરે ગુજરાતનાં ખેડૂતો ડ્રેગન ફ્રૂટની ખેતી તરફ વધી રહ્યા છે. એ.બી.એન.એન. ફ્રેસ એક્સપો કંપની લંડન અને બીજા યુરોપીયન દેશોમાં ભારતીય શાકભાજી અને ફળોનો નિકાસ કરે છે. જેમાં તેઓ ખેડૂતો પાસેથી સીધી ખરીદી કરે છે.

કેબિનેટ મંત્રી પિયુષ ગોયલે આ અંગે ટ્વીટ કરીની માહિતી આપી હતી. પિયુષ ગોયલે ટ્વીટ કરીને જણાવ્યુ હતું કે, 'લંડન અને બહરીન માટે ડ્રેગન ફ્રૂટનું નિકાસ કરવામાં આવ્યું છે. જેનાથી ખેડૂતનો ફાયદો થશે અને ઉપજને નવા બજાર મળશે.'

ઉલ્લેખનીય છે કે, દેશ અને દુનિયામાં ડ્રેગન ફ્રૂટના નામે પ્રચલિત ફળ જાન્યુઆરી 2021થી તેનું નામ બદલી કમલક રાખવામા આવ્યું હતું. ગુજરાત સરકારે ફ્રુતનું નામકરણ કરતાં કહ્યું હતું કે, કોઈ ફ્રૂટમાં ડ્રેગન શબ્દનો ઉપયોગ કરવો ઠીક નથી લાગતો. તે સમયે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે ડ્રેગન ફ્રૂટ કમળ જેવું દેખાય છે, માટે આ ફ્રૂટનું નામ સંસ્કૃત શબ્દ કમલમ પર રાખવામાં આવે.

Next Story