Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વરના ભરૂચી નાકા સ્થિત જલારામ મંદિર ખાતે મેગા કોવિડ વેક્સીનેશન કેમ્પ યોજાયો

ભરૂચ જીલ્લામાં કોવિડ વેક્સિનેસન અંતર્ગત રવિવારના રોજ ૨૯૬ વેક્સિન સેન્ટર ખાતે મેગા વેક્સિનેસન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

અંકલેશ્વરના ભરૂચી નાકા સ્થિત જલારામ મંદિર ખાતે મેગા કોવિડ વેક્સીનેશન કેમ્પ યોજાયો
X

ભરૂચ જીલ્લામાં કોવિડ વેક્સિનેસન અંતર્ગત રવિવારના રોજ ૨૯૬ વેક્સિન સેન્ટર ખાતે મેગા વેક્સિનેસન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ભરૂચ જિલ્લામાં હેલ્થ કેર વર્કર, ફ્રન્ટલાઈન વર્કર, ૧૨ થી ૧૪ વર્ષના અને ૧૫ થી ૧૭ વર્ષના બાળકોના પ્રથમ અને બીજા ડોઝ અને ૬૦ વર્ષથી વધુ વય જુથના કોવિડ વેક્સીનના પ્રીકોશન ડોઝ મુકવામાં આવ્યા હતા. જેના અંકલેશ્વરના ભરૂચી નાકા સ્થિત જલારામ મંદિર ખાતે યુવા રાણા સમાજ ચેરીટેબલ ટ્રસ્ટ અંકલેશ્વર અને ગોલાવાવ ગોલવાડ પંચ તેમજ અબૅન હેલ્થ સેન્ટરના સંયુક્ત ઉપક્રમે મેગા કોવિડ વેક્સીનેશન કેમ્પ યોજાયો હતો. જેમાં ૧૮થી વધુ અને ૬૦ વર્ષથી વધુના નાગરિકોને રસી મુકવામાં આવી હતી.આ કેમ્પનો લોકોએ લાભ લીધો હતો.

Next Story
Share it